Shani Pradosh Vrat: ધર્મ અનુસાર ભગવાન શિવ એવા દેવતા છે જેની પૂજા કરવાથી તેઓ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોની મનની ઈચ્છા પૂરી કરે છે. તેથી જ તેમને ભોળાનાથ પણ કહેવાય છે. જ્યારે શિવજીની કૃપા કોઈ ઉપર થાય છે તો તેના દુઃખ પળવારમાં દૂર થઈ જાય છે. હિન્દુ માન્યતા અનુસાર શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે દર મહિને કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની તેરસની તિથિ એટલે કે પ્રદોષ વ્રત પર પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવજીની પૂજા કરવાથી શીઘ્ર ફળ મળે છે. પ્રદોષ વ્રત પર વિધિ વિધાન થી શિવ પૂજા કરવાથી જીવનમાં આવેલી બધી જ બાધાઓ દૂર થઈ જાય છે. આ વર્ષે શનિ પ્રદોષ વ્રત 1 જુલાઈ 2023 ના રોજ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


24 જૂને સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે બુધ, 14 દિવસ 5 રાશિઓના ઘરમાં થશે ધનના ઢગલા


અમરનાથ યાત્રા પર જવાના હોય તેણે અત્યારથી રોજ ચાલવું 5 કિમી, માર્ગદર્શિકા જાહેર


વક્રી શનિ અને લાલ ગ્રહ મંગળ આવશે આમને સામને, સમસપ્તક યોગ આ 5 રાશિઓની બગાડશે બાજી


શનિ પ્રદોષ રચના દિવસે વ્યક્તિએ સવારે જલ્દી જાગી સ્નાન કરી ધ્યાન કરવું જોઈએ. ત્યાર પછી શિવાલયમાં જઈને ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ. ત્યાર પછી સંધ્યા સમય પહેલા સ્નાન કરીને ભગવાન શિવની ફરીથી પૂજા અર્ચના કરવી. ત્યાર પછી પ્રદોષ વ્રતની કથા વાંચવી અને આરતી કરવી. 


શનિદોષ દૂર કરવાનો ઉપાય


જો તમારી કુંડળીમાં શનિદોષ હોય તો શનિ પ્રદોષ વ્રતના દિવસે તમે શિવલિંગ પર જળ અર્પણ કરી શમીના પત્ર ચઢાવશો તો શનિદોષ દૂર થશે. આ દિવસે એક માળા મહામૃત્યુંજય મંત્ર ની પણ કરવી. તેનાથી શનિ સંબંધિત કષ્ટ દૂર થાય છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)