Samsaptak Yoga: વક્રી શનિ અને લાલ ગ્રહ મંગળ આવશે આમને સામને, સમસપ્તક યોગ આ 5 રાશિઓની બગાડશે બાજી

Samsaptak Yoga: મંગળને ગ્રહોના સેનાપતિ કહેવાય છે. જ્યારે પણ મંગળ રાશિ પરિવર્તન કરે છે ત્યારે 12 રાશિના લોકોના જીવન પર તેની વ્યાપક અસર થાય છે. 1 જુલાઈએ મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ અને સિંહ બંને અગ્નિ તત્વોના માનવામાં આવે છે. સાથે જ કુંભ રાશિમાં વક્રી ગોચર કરતો શનિ ગ્રહ મંગળ ગ્રહની સામે આવશે. મંગળ અને શનિ આમને સામને આવવાથી સમસપ્તક યોગ સર્જાશે. આ સ્થિતિ પાંચ રાશિના લોકો માટે નકારાત્મક સાબિત થશે.

મેષ

1/5
image

મંગળ અને શનિની આ સ્થિતિ મેષ રાશિના લોકો પર વિપરીત અસર કરશે. આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવધાની રાખવાની જરૂર પડશે. ભોજનનું ખાસ ધ્યાન રાખવું. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. અકસ્માત થવાની સંભાવના છે.

કર્ક

2/5
image

મંગળ અને શનિ આમને સામને આવવાથી કર્ક રાશિના લોકો પર નકારાત્મક અસર પડશે. આ સમય દરમિયાન કોઈ સાથે દલીલ કરવાનું ટાળો. વાણીમાં કડવાશ સમસ્યા સર્જી શકે છે. તેવામાં જો કોઈ સાથે વિવાદ પણ થાય તો પીછેહઠ કરી લેવી.

કન્યા 

3/5
image

સમસપ્તક યોગ કન્યા રાશિ માટે હાનિકારક રહેશે. આવક કરતાં વધુ ખર્ચ થશે. જેના કારણે આર્થિક સ્થિતિ બગડી શકે છે. કોઈ પણ મોટો નિર્ણય સારી રીતે વિચારીને લેવો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી સ્વાસ્થ્યને લઈને વિશેષ કાળજી લેવાની જરૂર છે. કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે.

મકર

4/5
image

મંગળ અને શનિની આ સ્થિતિ મકર રાશિના લોકો માટે સારી નથી. ખર્ચ વધી જવાથી મુશ્કેલી થઈ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. પરિવારમાં અશાંતિ રહેશે અને તેની અસર અંગત સંબંધો પર પણ પડશે.

મીન

5/5
image

મંગળ-શનિ એકબીજાની સામે આવવાથી મીન રાશિના લોકોને પ્રતિકૂળ પરિણામ મળશે. કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કરવો પડશે. કાર્યસ્થળ પર એવું કોઈ કામ ન કરો જેનાથી તમારી ઈમેજ ખરાબ થાય. કોઈ વાતનું અભિમાન ન કરવું.

 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)