Janmashtami 2023: જન્માષ્ટમી પર આ વિધિથી કરો લડ્ડુ ગોપાલની પૂજા, શ્રીકૃષ્ણ મનની ઈચ્છા કરશે પુરી
Janmashtami 2023: શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા સહિત દેશભરના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોમાં આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી પર મથુરા સહિતના દેશના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની રોનક જોવા જેવી હોય છે. મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી સાથે ઘરમાં પણ લોકો શ્રીકૃષ્ણનો અભિષેક કરીને તેમની પૂજા કરે છે.
Janmashtami 2023: દર વર્ષે દેશભરમાં જન્માષ્ટમીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ કૃષ્ણ જન્મની તૈયારીઓ જોર 16 16 થી ચાલી રહી છે. જન્માષ્ટમી સાત સપ્ટેમ્બરે ધામધૂમથી ઉજવવામાં આવશે. શ્રાવણ મહિનાની આઠમના દિવસે ભગવાને ધરતી પર અવતાર લીધો હતો. આ દિવસને જન્માષ્ટમી તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે.
શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરા સહિત દેશભરના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોમાં આ દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમી પર મથુરા સહિતના દેશના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોની રોનક જોવા જેવી હોય છે. મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી સાથે ઘરમાં પણ લોકો શ્રીકૃષ્ણનો અભિષેક કરીને તેમની પૂજા કરે છે.
આ પણ વાંચો:
Lizard:શરીરના આ અંગ પર પડે ગરોળી તો વધે છે સત્તા અને સંપત્તિ, નોકરીમાં મળે પ્રમોશન
આ વર્ષની દિવાળી પર 3 રાશિના લોકો થશે માલામાલ, શનિ માર્ગી થઈ ભરી દેશે તિજોરી
15 સપ્ટેમ્બરથી દિવસ-રાત નોટો છાપશે આ રાશિના લોકો, નોકરી અને વેપારમાં થશે જબરદસ્ત નફો
જો તમે પણ દર વર્ષે તમારા ઘરમાં ભગવાન કૃષ્ણની પૂજા કરો છો તો આજે તમને ભગવાનની પૂજા કરવાના કેટલાક વિશેષ નિયમ વિશે જણાવીએ. આ નિયમનું પાલન કરીને ભગવાનની પૂજા કરશો તો ભગવાન શીઘ્ર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.
ભગવાનની પૂજા કરવાના નિયમ
- જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની વિધિ વિધાન થી પૂજા કરવી જોઈએ. જેમાં સૌથી મહત્વનો ભગવાનનો અભિષેક હોય છે. ભગવાનનો અભિષેક સૌથી પહેલા શુદ્ધ જળથી અને પછી પંચામૃતથી કરવો જોઈએ.
- ભગવાનનું સ્નાન પંચામૃતથી થઈ જાય પછી હુંફાળા ગરમ પાણીથી ભગવાનને સ્નાન કરાવો. ત્યાર પછી ભગવાનને ફુલ અર્પણ કરો.
- ફુલ અર્પણ કર્યા પછી ભગવાનને હળદર દ્વારા સ્નાન કરાવો અને કપૂરની આરતી ઉતારો. આરતી દરમિયાન ભગવાન પર ફૂલોની વર્ષા કરો.
- ત્યાર પછી ભગવાનનો શૃંગાર કરો. શૃંગાર કર્યા પછી ભગવાનને ભોગ ધરાવો.
- ભગવાનને ભોગ ધરાવ્યા પછી ફરીથી આરતી કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)