Shukrawar Ke Upay/ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દુ શાસ્ત્રો મુજબ શુક્રવાર એ માતા લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. એ જ કારણ છેકે, મોટેભાગે કોઈપણ શુભ કાર્ય માટે શુક્રવારને શુભ જ માનવામાં આવે છે. શુક્રવારે તમારે કોઈપણ સારું કામ કરવું હોય તો તમે કરી શકો છો. શુક્રવારના દિવસે લોકો માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પણ આરાધના કરતા હોય છે. જો શુક્રવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે તો પણ તમારી પર પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીજી. પણ આની સાથો સાથ અહીં એ વાત પણ જાણવા જેવી છે જે માતા લક્ષ્મીને બિલકુલ નથી પસંદ. જીહાં, જો શુક્રવારના દિવસે ભૂલથી પણ આવી ભૂલ થાય તો આવે છે મોટું નુકસાન ભોગવવાનો વારો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનના દેવી છે માતા લક્ષ્મીજી-
શુક્રવારે માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે, લક્ષ્મીજી ધનના દેવી છે. એવું કહેવાય છેકે, આ દિવસે લક્ષ્મીજીની આરાધના કરવાથી ખુબ ઝડપથી તમારી આર્થિક સમસ્યાઓ અને સંકટો દૂર થઈ જાય છે.


શુક્ર ગ્રહ શું સુચવે છે?
શુક્ર એ ધન અને લક્ષ્મીનો કારક છે. શુક્રવારનો સંબંધ કુંડળીમાં શુક્ર ગ્રહ સાથે છે, જે વ્યક્તિના જીવનમાં ધન, ભૌતિક સુખ-સુવિધાઓ, સંપત્તિ અને પ્રેમનો કારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિની કમી નથી આવતી. 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક એવા કામ છે જે શુક્રવારના દિવસે કરવા પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે શુક્રવારે આ વસ્તુઓ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારે જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો આવો જાણીએ શુક્રવાર ભૂલી ગયા પછી પણ તમારે શું ન કરવું જોઈએ.


કયા કયા કામો શુક્રવારે ભૂલથી પણ ન કરવા જોઈએઃ


1. મદિરા પાન:
શુક્રવારે ભૂલથી પણ તમારે મદિરા પાન ન કરવું જોઈએ. કારણકે, માતા લક્ષ્મી જે તમારા ઘરમાં ધન અને વૈભવ લઈને આવવાની છે તેમને આ વસ્તુ સહેજ પણ પસંદ નથી. આમ કરવાથી મોટું નુકસાન થઈ શકે છે.


2. લેવડ-દેવડ:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે ન તો ઉધાર આપવો અને ન તો લેવડદેવડ કરવી શુભ માનવામાં આવે છે. કારણ કે ધનની દેવી લક્ષ્મીને સમર્પિત શુક્રવારના દિવસે પૈસાની લેવડ-દેવડ કરવાથી જીવનમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે.


3. સ્ત્રીઓનું અપમાન:
આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓને દેવી માનવામાં આવે છે અને કહેવાય છે કે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. જો કે કોઈપણ દિવસે સ્ત્રીનું અપમાન કરવું ખોટું છે, પરંતુ શુક્રવારે ભૂલથી પણ કોઈ છોકરી કે સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો. નહીં તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે અને આવા ઘરમાં ગરીબીનો વાસ થવા લાગે છે.


4. માસાંહારઃ
શુક્રવારના દિવસે ભૂલથી પણ કોઈપણ પ્રકારનો માંસાહાર ન લેવો જોઈએ. આ કરવાથી માતાજી નારાજ થાય છે.


5. જુગારઃ
જુગાર રમવું એ આમ તો ખરાબ જ બાબત છે. કાયદાની રીતે પણ તે ગૂનો બને છે. પણ શુક્રવારના દિવસે પૈસાની લેતી દેતી કરીને જુગાર રમવાથી પાયમાલી આવે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતુ નથી.)