Nazar Dosh: જો તમારા બાળકના વર્તનમાં અચાનક ફેરફાર દેખાવા લાગ્યો હોય તો તમારે આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ. જેમકે બાળકને ખાવા-પીવામાં પણ રસ ન હોય, તે એકલું રહેવાનું શરૂ, વાતે વાતમાં ચીડચીડ કરે અથવા તો રડે અને જો તેની તબીયત અકારણ ખરાબ રહેતી હોય તો તેનો અર્થ એવો થઈ શકે કે બાળકને કોઈની નજર લાગી હોય. જ્યારે કોઈને નજર દોષની સમસ્યા હોય તો આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. આજે તમને આ સમસ્યાથી છુટકારો મેળવવા અને નજર દોષને દૂર કરવાના સરળ ઉપાયો જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: કેવી રીતે થઈ મહામૃત્યુંજય મંત્રની રચના? જાણો સૌથી પહેલા કોનું મૃત્યુ ટાળ્યું શિવજીએ


નજર દોષ દુર કરવા માટે સૌથી અસરકારક ઉપાય લીંબુ અને લવિંગનો છે. નજર દોષ દુર કરવા માટે લીંબુને વચ્ચેથી બે ટુકડામાં કાપો. લીંબુનો રસ કાઢવા માટે જે રીતે કાપવામાં આવે છે તેનાથી વિપરીત દિશામાં ઊભું લીંબુ કાપવું. આ રીતે કાપેલા લીંબુમાં બે ભાગ દેખાવા લાગશે.  ત્યારપછી દસ લવિંગ લેવા અને લીંબુના બંને ટુકડાઓમાં પાંચ-પાંચ લવિંગને તેની ઉપરના ફુલ સાથે લગાવી દો.


આ પણ વાંચો: દરેક મંદિરમાં ન વધેરવું શ્રીફળ, જાણો કયા મંદિરમાં ફોડવું અને કયા મંદિરમાં ધરવું આખું


હવે વાત રહી આ ઉપાય ક્યારે કરવો તેની. તો નજર ઉતારવા માટે તમારે આ ઉપાય બપોરે બાર વાગ્યે અથવા સાંજે છ વાગ્યે કરવાનો છે. આ ઉપાર કરવા માટે નજર લાગી હોય તે વ્યક્તિ પરથી લીંબુને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 7 વાર ફેરવી અને ઉતારી લો. ત્યારબાદ આ લીંબુને સળગાવવાનું છે. લીંબુને આગમાં એવી રીતે મુકવું કે તેમાં રહેલા લવિંગ બળી જાય


આ પણ વાંચો:આંખના ઈશારે સમજી જાય તેવા ચતુર હોય આ રાશિઓ, ગમે તેને નચાવી શકે આંગળીના ઈશારે


લીંબુને તમે કપૂર સાથે બાળી શકો છો. લવિંગ બાળ્યા પછી તમારે સ્નાન કરી લેવાનું છે. તમે લીંબુને બાળવા માટે સળગતી આગમાં પણ ફેંકી શકો છો. આ ઉપાય કરવાથી નજર દોષ દુર થઈ જાય છે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)