Lizard Falling: આપણા ઘરમાં નાના-મોટા અનેક જીવજંતુ રહેતા હોય છે. આપણે સતત તેને ઘરમાંથી દૂર રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ તેમાંથી કેટલાક જીવ એવા છે જે ભવિષ્યમાં થનાર લાભ અને નુકસાનનો સંકેત કરે છે. આ જીવ છે ગરોળી. ગરોળી દરેક ઘરની દીવાલો ઉપર ફરતી જોવા મળે છે. શુકનશાસ્ત્રમાં ગરોળીનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્ર અનુસાર શરીરના કોઈ ભાગ ઉપર અચાનક ગરોળી પડે કે ચઢી જાય તો તેની સાથે શુભ અને અશુભ સંકેતો જોડાયેલા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરના અંગો પર ગરોળી પડવાનો અર્થ


આ પણ વાંચો:


મોડી રાત્રે જ નીકળે કિન્નરની અંતિમ યાત્રા, મૃતદેહ સાથે કરવામાં આવે છે આ કામ


Budh Gochar 2023: બુધના ગોચરથી સર્જાયો ગજકેસરી રાજયોગ, આ 6 રાશિના લોકોને થશે લાભ


કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય તો ગુરુવારે કરો ગોળના આ સરળ ઉપાય, મળશે સુખ-સમૃદ્ધિ


ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ પર અચાનક ગરોળી પડે તો ધન લાભનો યોગ સર્જાય છે. આ સિવાય શરીર પર અચાનક ગરોળી પડવું સમાજમાં સન્માન માં વધારો થશે તેનો ઈશારો પણ હોય છે. 


શુકનશાસ્ત્ર અનુસાર મહિલા અને પુરુષો ઉપર ગરોળી પડવાના અલગ અલગ અર્થ હોય છે. કોઈ પુરુષના ડાબા હાથ ઉપર ગરોળી પડે તો તેનો અર્થ છે કે તે વ્યક્તિને સંપત્તિમાં હાનિ થશે. પરંતુ જો પુરુષના જમણા હાથ પર ગરોળી પડે તો તેને શુભ માનવામાં આવે છે તે અચાનક ધન લાભ થવાનો સંકેત હોય છે. 


તેવી જ રીતે જો મહિલાના જમણા હાથ ઉપર ગરોળી પડે તો તે અશુભ માનવામાં આવે છે તે મહિલાને ધનહાનિ થાય છે. જો મહિલાના ડાબા હાથ ઉપર ગરોળી પડે તો તે શુભ ગણાય છે. તેનાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)