Kinner Last Rites: મોડી રાત્રે જ નીકળે કિન્નરની અંતિમ યાત્રા, મૃતદેહ સાથે કરવામાં આવે છે આ કામ
Kinner Last Rites: કિન્નર સમાજ અજ્ઞાત જીવન જીવે છે. કિન્નર સમાજ વિશે કહેવાય છે કે જ્યારે તે કોઈને ખુશ થઈને આશીર્વાદ આપે છે તો તે ફળે છે અને જો તે કોઈને બદદુઆ આપે તો તે પણ વ્યક્તિને અસર કરે છે. આજ કારણ છે કે લોકો કિન્નરોને નારાજ કરતાં નથી અને તેને દક્ષિણા આપીને ખુશી ખુશી વિદા કરે છે.
Trending Photos
Kinner Last Rites: કિન્નર સમાજ અન્ય સમાજથી હંમેશા અલગ અને ગુપ્ત રીતે રહે છે. કિન્નર સમાજના લોકો એક અજાણ્યું અને ગુપ્ત જીવન જીવે છે. તેમના વિશે જાણકારી મેળવવા લોકો પણ આતુર હોય છે. કારણ કે આ સમાજના લોકો જ્યારે કોઈ વ્યક્તિના ઘરે પ્રસંગ હોય ત્યારે જ જોવા મળે છે. આ સિવાય તેઓ એક અજ્ઞાત જીવન જીવે છે. કિન્નર સમાજ વિશે કહેવાય છે કે જ્યારે તે કોઈને ખુશ થઈને આશીર્વાદ આપે છે તો તે ફળે છે અને જો તે કોઈને બદદુઆ આપે તો તે પણ વ્યક્તિને અસર કરે છે. આજ કારણ છે કે લોકો કિન્નરોને નારાજ કરતાં નથી અને તેને દક્ષિણા આપીને ખુશી ખુશી વિદા કરે છે. જોકે કિન્નર સમાજને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો હોય છે. આવો જ એક પ્રશ્ન છે કિન્નરોની અંતિમ ક્રિયા.
આ પણ વાંચો:
આજ સુધી તમે ક્યારેય કિન્નરની અંતિમ ક્રિયા જોઈ નહીં હોય. કારણ કે જ્યારે કોઈ કિન્નરનું મોત થાય છે તો તેની અંતિમયાત્રા દિવસમાં નહીં પરંતુ મોડી રાત્રે અંધારામાં ચૂપચાપ કાઢવામાં આવે છે. તેનું કારણ છે કે કિન્નરની અંતિમયાત્રા જોવી અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જો કોઈ માણસ કિન્નરની અંતિમયાત્રા જોવે તો બીજા જન્મમાં તેને પણ કિન્નર બનવું પડે છે. તેથી કિન્નર સમાજના લોકો ઇચ્છતા નથી કે કોઈ બીજી વ્યક્તિ તેમના જેવી યાતના ભોગવે.
જ્યારે કોઈ કિન્નરનું મોત થાય છે તો તેની પાછળ દુઃખ નહીં પરંતુ ખુશી મનાવવામાં આવે છે. તેમનું માનવું છે કે કિન્નર તરીકે જીવન જીવીને તેણે ખૂબ જ યાતના ભોગવી હોય છે જ્યારે તેનું મોત થાય છે તો તેને બધી જ મુશ્કેલીઓથી મુક્તિ મળી જાય છે. તેથી આ સમયે દુઃખી થવાનો નહીં પરંતુ ખુશ થવાનો હોય છે.
કિન્નર સમુદાયના લોકો અંતિમયાત્રા કાઢે તે પહેલા મૃતદેહને જુતા ચપ્પલથી મારે છે. જેથી મરનાર કિન્નર ફરીથી આ યોનિમાં જન્મ ન લે. ત્યાર પછી મૃતદેહ પાસે ઊભા રહીને બધા જ કિન્નર તેની મુક્તિ માટે ભગવાનનો આભાર માને છે. કિન્નર સમાજમાં જ્યારે કોઈનું મોત થાય છે તો તેના મૃતદેહને દફન કરવામાં આવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે