શુભ-અશુભ ઘટનાઓ અંગે સંકેત કરે છે ગરોળી, જાણો ગરોળી સંબંધિત 11 શુકન-અપશુકન વિશે
Astro Tips: ઘરમાં ફરતી ગરોળી વિશે શુકનશાસ્ત્રમાં કેટલાક સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોઈને જ ચીતરી ચઢે તેવી ગરોળી ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત કરે છે. તો ચાલો તમને જણાવીએ ગરોળી સંબંધિત 11 મહત્વના શુકન અપશુકન વિશે.
Astro Tips: ભવિષ્યમાં શું થવાનું છે તેના વિશે કોઈ પણ સચોટ ભવિષ્યવાણી ન કરી શકે. પરંતુ શુકનશાસ્ત્રમાં પશુ પક્ષી અને જીવજંતુ સંબંધિત કેટલાક સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના પરથી જાણી શકાય છે કે ભવિષ્યમાં શું બનવા જઈ રહ્યું છે. આવા જ કેટલાક સંકેતો ગરોળી સંબંધિત છે. ઘરમાં ફરતી ગરોળી વિશે શુકનશાસ્ત્રમાં કેટલાક સંકેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોઈને જ ચીતરી ચઢે તેવી ગરોળી ભવિષ્યમાં થનારી શુભ અને અશુભ ઘટનાઓનો સંકેત કરે છે. તો ચાલો તમને જણાવીએ ગરોળી સંબંધિત 11 મહત્વના શુકન અપશુકન વિશે.
ગરોળી સંબંધિત શુકન અપશુકન
આ પણ વાંચો:
Weekly Horoscope: આ સપ્તાહ મેષ સહિત આ રાશિઓ માટે છે અતિ શુભ, વાંચો સાપ્તાહિક રાશિફળ
Ravivar Upay: હાથમાં ન ટકતું હોય ધન તો રવિવારે કરી લો આ કામ, ઘરમાં સ્થિર થશે લક્ષ્મી
રાશિફળ 30 જુલાઈ: આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ધન, સંપત્તિ, કિર્તીમાં થશે વધારો
1. જો કોઈ વ્યક્તિના માથા અથવા જમણા હાથ પર ગરોળી પડે તો તેને માન-સન્માન મળે છે. પરંતુ જો તે ડાબા હાથ પર ગરોળી પડે તો ધનહાનિ થઈ શકે છે.
2. જો કોઈ વ્યક્તિની જમણી બાજુના અંગ પર ગરોળી ચઢે છે અને ડાબી બાજુથી નીચે ઉતરે છે તો તેને પ્રમોશન મળવાની અને ધનલાભ થવાની સંભાવના હોય છે.
3. નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે જો મૃત ગરોળી જોવા મળે તો તે ઘરમાં રહેતા લોકોને બીમારી થવાનો સંકેત હોય છે.
4. શકુન શાસ્ત્ર અનુસાર જમતી વખતે ગરોળીનો અવાજ સાંભળવા મળે તો કોઈ સારા સમાચાર મળી શકે છે અથવા કોઈ શુભ કાર્ય થઈ શકે છે. જોકે આ ઘટના ખૂબ જ દુર્લભ હોય છે.
5. જો સ્ત્રીના ડાબા હાથ પર ગરોળી પડે તો સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને જો જમણા હાથ પર પડે તો કોઈ ખરાબ સમાચાર મળે છે.
6. જો કોઈ વ્યક્તિના જમણા ગાલ પર ગરોળી પડે તો તેને સુખ અને સુવિધા મળે છે.
7. જો ડાબા ગાલ પર ગરોળી પડે તો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
આ પણ વાંચો:
અધિકમાસની પૂર્ણિમા પર સર્જાશે 3 પુણ્યશાળી યોગ, આ ઉપાય કરવાથી પ્રસન્ન થશે લક્ષ્મીજી
શનિ દોષ દુર કરવા જાપ કરો આ 5 માંથી કોઈ એક મંત્રનો, શનિ દેવનો ક્રોધ થશે શાંત
8. જો કોઈની નાભિ પર ગરોળી પડે અથવા ચઢી જાય તો તે વ્યક્તિને સંતાનપ્રાપ્તિની સંભાવના હોય છે.
9. જો પ્રાઈવેટ પાર્ટ પર ગરોળી પડે તો તે રોગ થવાની શક્યતા દર્શાવે છે.
10. જો ઘરમાં બે ગરોળી ઝઘડતી જોવા મળે તો પ્રિયજનથી અલગ થવાનું દુ:ખ સહન કરવું પડી શકે છે.
11. જો વ્યક્તિના પેટ પર ગરોળી પડે તો તે અશુભ ગણાય છે જ્યારે છાતી પર પડે તો શુભ ફળ પ્રાપ્ત થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.