Budhwar Vrat Niyam: સનાતન ધર્મમાં ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવનું સ્થાન આપવામાં આવ્યું છે. કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરતાં પહેલાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ગણેશજીની પૂજા કર્યા પછી જે પણ કામ કરવામાં આવે તેમાં સફળતા મળે છે. બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત દિવસ માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Holi Upay 2024: હોળીની રાત્રે કરી લો ચાર મુખી દીવાનો આ ઉપાય, જીવનની સમસ્યાઓ થશે દુર


બુધવારના દિવસે સાચા મન અને શ્રદ્ધાથી ગણેશજીની ઉપાસના કરવાથી ભક્તોના જીવનના કષ્ટ અને દુઃખ દૂર થાય છે. તેમાં પણ જો તમે 7, 11 કે 21 બુધવારનું ગણપતિજીનું વ્રત કરો છો તો મનની કોઈ પણ ઈચ્છા હોય તો તે પૂરી થઈ શકે છે. જો તમારી પણ કોઈ મનોકામના અધુરી છે તો તમે પણ બુધવારનું વ્રત કરી શકો છો. તો ચાલો તમને જણાવી દઈએ બુધવારનું વ્રત શરૂ ક્યારથી કરવું અને તેના નિયમો વિશે. 


બુધવારનું વ્રત કરવાના નિયમ


આ પણ વાંચો: Shani Uday : કુંભ રાશિમાં શનિનો થયો ઉદય, સિંહ અને કન્યા સહિત 6 રાશિઓને મળશે શુભ ફળ


ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા અને મનોકામના પૂર્તિ માટે બુધવારનું વ્રત કોઈપણ માસના શુક્લ પક્ષના બુધવારથી શરૂ કરી શકાય છે. બુધવારનું વ્રત 7, 11 કે 21 બુધવાર સુધી કરવાનું હોય છે. વ્રતના પહેલા દિવસે કેટલા બુધવાર કરવા છે તેનો સંકલ્પ લેવો જરૂરી છે. ત્યાર પછી સંકલ્પ અનુસાર બુધવાર પૂર્ણ કર્યા પછી વ્રતની ઉજવણી કરવાની હોય છે. 


બુધવારનું વ્રત કરવાની વિધિ


આ પણ વાંચો: હોળી પહેલા આ રાશિના લોકોના જીવનમાં વધશે સમસ્યાઓ, શનિ ઉદય થઈને વધારશે મુશ્કેલીઓ


બુધવારનું વ્રત સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે. વ્રત શરૂ કરવાનું હોય તે દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને ગણપતિજીને નમસ્કાર કરી વ્રત કરવાનો સંકલ્પ કરવો. ત્યાર પછી ઘરના ઈશાન ખૂણામાં ગંગાજળ છાંટી અને ત્યાં પૂજા કરવા માટે બાજોઠની સ્થાપના કરો. બાજોટ પર લીલા રંગનું વસ્ત્ર પાથરીને ગણેશજીની સ્થાપના કરો. ત્યારબાદ તેમની સામે દીવો કરી પંચામૃત અર્પણ કરો. 


ત્યાર પછી ગણેશજીની પૂજા કંકુ, ચોખા, સિંદૂર, અબીલ-ગુલાલથી કરો. બુધવારના વ્રતની પૂજામાં ગણેશજીને 11 દૂર્વાની ગાંઠ અર્પણ કરો અને તેમને પ્રસાદમાં મોદક અથવા તો લાડુ અર્પણ કરો. પૂજા કર્યા પછી બુધવારના વ્રતની કથા વાંચો અને ગણેશજીની આરતી ઉતારો.  સાંજના સમયે પણ ગણેશજીની પૂજા કરવી અને પછી સાત્વિક ભોજન કરવું.


આ પણ વાંચો: 9 એપ્રિલે બુધ બદલશે નક્ષત્ર, ચમકી જાશે આ 3 રાશિની કિસ્મત, કારર્કિદી માટે સુવર્ણ સમય


વ્રતના નિયમો


જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો બુધવારના દિવસે વ્રત રાખેલું છે તો આ દિવસે મીઠાવાળું ભોજન ન કરો. સાથે જ આ દિવસે દીકરીઓનું અપમાન પણ ન કરવું. બુધવારના વ્રતમાં એક સમય જ ભોજન કરવું. એક સમયે જે ભોજન કરો તેમાં દહીં, મગ અથવા તો મગની દાળનો સમાવેશ કરો. આ સિવાય દિવસ દરમિયાન દૂધ અને ફળ લઈ શકાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)