બજરંગ બલી પુરી કરશે મનની દરેક ઈચ્છા અને દુર કરશે સંકટ, હનુમાન ચાલીસાનો આ ઉપાય કરશે બેડો પાર
Hanuman Chalisa: શાસ્ત્રો અનુસાર જો કોઈ ચાલીસાનો પાઠ 40 દિવસ સુધી સતત કરવામાં આવે તો જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. હનુમાન ચાલીસા પણ આવા જ ચમત્કારી પાઠમાંથી એક છે.
Hanuman Chalisa: હિન્દુ શાસ્ત્ર અનુસાર કોઈપણ દેવી દેવતાને પ્રસન્ન કરવા માટે તેમના મંત્ર અથવા તો ચાલીસાનો પાઠ કરવો જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી દેવી-દેવતા ઝડપથી પ્રસન્ન થાય છે અને મનની મનોકામના પૂર્ણ કરે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ ચાલીસાનો પાઠ 40 દિવસ સુધી સતત કરવામાં આવે તો જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે. હનુમાન ચાલીસા પણ આવા જ ચમત્કારી પાઠમાંથી એક છે.
આ પણ વાંચો:
નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત રાખી હોય તો રામનવમીના દિવસે કરી લો આ ઉપાય, થશે ધન લાભ
Akshaya Tritiya 2023: અક્ષય તૃતીયા પર કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મી થશે પ્રસન્ન
12 વર્ષ પછી ગુરુ કરશે મેષ રાશિમાં ગોચર, આ 5 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન
હનુમાન ચાલીસા થી દૂર થશે જીવનના કષ્ટ
- હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે. જો તમારે આત્મવિશ્વાસ વધારવો હોય તો હનુમાન ચાલીસાનો પાઠ નિયમિત કરવો જોઈએ
- હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓથી મુક્તિ મળે છે. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ આવતી હોય તો રોજ સવારે એક વખત હનુમાન ચાલીસા નો પાઠ અચૂક કરવો.
- કહેવાય છે કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ડર પણ દૂર થાય છે. જો તમને મનમાં કોઈ પણ પ્રકારનો ભય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરૂ કરી દો. હનુમાન ચાલીસા નો પાઠ કરવાથી ભૂત, પ્રેત, દુર્ઘટના, અકાળ મૃત્યુ અને શત્રુઓના ભયથી પણ છુટકારો મળે છે.
- શત્રુઓથી મુક્તિ મેળવવા માટે પણ હનુમાન ચાલીસાનો પાઠ રોજ કરવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી કઠોર વાણીના લોકોની વાણીમાં મધુરતા આવે છે.
મહત્વનું છે કે હનુમાન ચાલીસાના પાઠનું અનુષ્ઠાન મંગળવારે કરવું જોઈએ. મંગળવાર હનુમાનજીની આરાધના કરવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે આ દિવસે હનુમાન ચાલીસાના પાઠની શરૂઆત કરવામાં આવે તો હનુમાનજી પ્રસન્ન થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)