12 વર્ષ પછી ગુરુ કરશે મેષ રાશિમાં ગોચર, એક મહિના માટે આ 5 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન

Guru Gochar 2023: 31 માર્ચ 2023 ના રોજ ગુરુ ગ્રહ મીન રાશિમાં અસ્ત થશે અને 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મીનમાં અસ્ત થયા પછી ગુરુ આગામી મહિને અસ્ત જ રહેશે અને આ જ સ્થિતિમાં મેશમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં 30 એપ્રિલે ગુરુ ઉદીત થશે. 

12 વર્ષ પછી ગુરુ કરશે મેષ રાશિમાં ગોચર, એક મહિના માટે આ 5 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન

Guru Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં ગૃહોના ગોચરને વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગ્રહગોચર નો અર્થ થાય છે કે ગ્રહ એક રાશિમાંથી નીકળી અને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. ગ્રહોનું ગોચર આપણા જીવનને અલગ અલગ રીતે અસર કરે છે. 31 માર્ચ 2023 ના રોજ ગુરુ ગ્રહ મીન રાશિમાં અસ્ત થશે અને 22 એપ્રિલના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મીનમાં અસ્ત થયા પછી ગુરુ આગામી મહિને અસ્ત જ રહેશે અને આ જ સ્થિતિમાં મેશમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં 30 એપ્રિલે ગુરુ ઉદીત થશે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ અસ્થ થાય તે શુભ નથી. ગુરુ અસ્ત હોય છે ત્યારે તમામ પ્રકારના શુભ કાર્યો પર વિરામ લાગી જાય છે. ખાસ કરીને કેટલીક રાશિ ઉપર પણ તેનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ગુરુના અસ્થ થવાથી કેટલીક રાશીના લોકોના પારિવારિક જીવન સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિમાં ઉત્તર ચડાવ જોવા મળશે. ચાલો તમને જણાવીએ કઈ કઈ રાશિના લોકોને આ સમય દરમિયાન મુશ્કેલીનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો:  

મિથુન રાશિ

ગુરુ મીન રાશિમાં અસ્ત થશે તેનાથી મિથુન રાશિના વેપારી વર્ગને વધારે મુશ્કેલી સહન કરવી પડશે. આ રાશિનો જે લોકો બિઝનેસ કે પાર્ટનરશીપમાં વેપાર કરે છે તેમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારા વૈવાહિક જીવનમાં પણ સંતુલન બનાવી રાખવું. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ કોઈ પણ પ્રકારના વિવાદથી બચીને રહેવું. 

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને વૈવાહિક સંબંધોમાં સમસ્યાનો સામનો કરવો પડશે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારના વિવાદથી બચવું. ખાસ કરીને જીવનસાથી સાથે કોઈપણ વાતને લઈને વિવાદ ટાળવો તેનાથી તમારા જીવનમાં સમસ્યા વધી શકે છે.

ધન રાશિ

ગુરુના અસ્ત થવાથી ધન રાશી ના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખવું. આ રાશિનો જ તો કોઈએ પોતાની માતાના સ્વાસ્થ્યમાં પણ ખાસ ધ્યાન દેવું. સાથે જ જે લોકો રિલેશનશિપમાં છે તેમના માટે પણ આ સમયે મુશ્કેલી ભર્યો રહેશે.

આ પણ વાંચો:  

કુંભ રાશિ

મીન રાશિમાં ગુરુ અસ્થ થશે તેનાથી કુંભ રાશી ના જાતકોને પણ સમસ્યાનો સામનો કરવો પડશે. આ રાશિના જાતો કોઈએ પોતાની વાણીમાં કઠોર શબ્દોનો ઉપયોગ ટાળવો. આવું કરશો તો સંબંધીઓ સાથેના સંબંધ ખરાબ થશે તેથી શબ્દોનો પ્રયોગ સમજી વિચારીને કરવો. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનું રોકાણ પણ ન કરવું આ રોકાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મીન રાશિ

મીન રાશિમાં ગુરુ અસ્ત થશે તેથી આ રાશિ સૌથી વધારે પ્રભાવિત થશે. મીન રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે અને કાર્યક્ષેત્રમાં પણ સમસ્યાનો સામનો કરવો પડશે. કામનો બહુ જ વધારે રહેશે જેના કારણે પરિવારને સમય નહીં આપી શકાય. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિ ને પણ અસર થશે. રોકાણ સમજી વિચારીને કરવું શક્ય હોય તો આ સમય દરમિયાન રોકાણ કરવાથી બચવું.

Trending news