3 રાશિઓ પર ભગવાન શિવની રહે છે શુભ દ્રષ્ટિ, શ્રાવણમાં ખુબ કમાશે ધન-સંપત્તિ
ભગવાન શિવને ત્રણ રાશિઓ અત્યંત પ્રિય છે. કુંભ સહિત 2 રાશિઓ પર શિવજીની કૃપા હંમેશા રહે છે. આ રાશિના જાતકોએ શ્રાવણમાં શિવ-પૂજા જરૂર કરવી જોઈએ.
નવી દિલ્હીઃ સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ મહત્વ છે. મહાદેવનો સૌથી પ્રિય મહિનો શ્રાવણ છે. દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવાથી જીવનના દુખો દૂર કરી શકાય છે. શ્રાવણના મહિનાથી સૃષ્ટિનો કાર્યભાર ભગવાન શિવના ખભા પર હોય છે, કારણ કે વિષ્ણુ જી દેવશયની એકાદશીથી 4 મહિના માટે યોગ નિદ્રામાં જતા રહે છે. તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ભગવાન શિવને કેટલીક રાશિઓ અતિ પ્રિય છે. આ રાશિઓ પર પ્રભુની કૃપા હંમેશા રહે છે. ભોળેનાથના પ્રિય મહિનામાં શ્રદ્ધાની સાથે શિવ આરાધના કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવો જાણીએ કઈ રાશિઓ પર શિવ જીની સદેવ શુભ દ્રષ્ટિ બનેલી રહે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો પર શિવજીની અસીમ કૃપા રહે છે. મદાવેદને આ રાશિ ખુબ પ્રિય છે. શિવજીની પસંદગીની રાશિને કારણે તુલા રાશિના જાતકોને પ્રભુને ખુશ કરવામાં વધુ સમસ્યા આવતી નથી. તુલા રાશિના સ્વામી શુક્ર છે. તેથી આ રાશિના જાતકો વૈભવી જીવન જીવવાનું પસંદ કરે છે. જ્યારે પણ જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે તો શિવ ચાલીસાના પાઠ કરવાથી સુખ અને શાંતિ મળી શકે છે.
કુંભ રાશિ
ભગવાન શિવની પસંદગીની રાશિઓમાં કુંભ રાશિનું નામ પણ સામેલ છે. કુંભ રાશિના ગ્રહ સ્વામી શનિ છે. કુંભ રાશિના જાતકો મુશ્કેલ સ્થિતિનો સામનો પણ સરળતાથી કરી લેતા હોય છે. આ રાશિના જાતકો પર સદાય ભગવાન શિવની કૃપા રહે છે. કુંભ રાશિના લોકોએ સોમવાર અને શનિવારના દિવસે શિવ ચાલીસાના પાઠ કરવા જોઈએ. તેનાથી ભગવાન શિવને ખુશ કરવાની સાથે શનિની સાતા સાતીના ખરાબ પ્રભાવને ઘટાડી શકાય છે.
આ પણ વાંચોઃ 29 જુલાઈ થી 4 ઓગસ્ટ સુધીના દિવસો કઈ કઈ રાશિ માટે છે શુભ જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળ
મકર રાશિ
આ રાશિના સ્વામી ગ્રહ શનિ દેવ છે. મકર રાશિના લોકો સ્વભાવમાં ખુબ પરિશ્રમી અને પ્રભાવશાળી હોય છે. ભગવાન શિવની મનપસંદ રાશિમાં સામેલ હોવાને કારણે મકર રાશિના જાતકોએ ભોળેનાથને ખુશ કરવામાં વધુ મહેનત કરવી પડતી નથી. તો શિવજીની પૂજા-અર્ચના કરવા અને શિવલિંગનો જળાભિષેક કરવાથી તમે કાર્યક્ષેત્ર અને શિક્ષણમાં ઊંચાઈઓ હાસિલ કરી શકો છો. શિવજીની ઉપાસનાથી આ રાશિના દાતકો પર શનિ દેવનો ખરાબ પ્રભાવ પણ ઓછો થાય છે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.