Nariyal Ke Totke: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યાનું સમાધાન લાવવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે. આવી જ સમસ્યા છે વેપારમાં સતત થતું નુકસાન. ઘણા લોકો વેપાર વધારવા મહેનત કરે છે પરંતુ તેઓ તેમાં સફળ થતા નથી. જેના કારણે તેમને સતત નુકસાન સહન કરવું પડે છે. તો કેટલીક વખત ધંધામાં રુપિયાની છેતરપિંડી થઈ જાય છે જેના કારણે નુકસાન થાય છે. વેપાર સંબંધિત આવી સમસ્યાઓને દુર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેપારમાં નફો મેળવવા માટે આ ઉપાયો


આ પણ વાંચો:


બુધ ગ્રહનું ગોચર આ 3 રાશિ માટે અતિશુભ, બુધાદિત્ય રાજયોગના કારણે થશે બંપર ધન લાભ


5000 વર્ષ જુનું મહાદેવનું આ મંદિર છે ચમત્કારી, અકાળ મૃત્યુ અને રોગથી મળે છે મુક્તિ


Vakri Shani: આ 3 રાશિના લોકો સ્વાસ્થ્યનું રાખે ખાસ ધ્યાન, વધશે શારીરિક કષ્ટ


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ વેપારમાં સતત નુકસાન થઈ રહ્યું હોય તો પીળા કપડામાં એક નારિયેળ બાંધીને તેમાં જનોઈની જોડી મુકો અને ગુરુવારે વિષ્ણુ મંદિરમાં તેને મુકી આવો. મંદિરેથી ઘરે આવીને રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. ત્યારબાદ દરરોજ આ પાઠ કરવાથી તમારો ધંધો બરાબર ચાલશે.  


- જો ધંધામાં નુકસાનીના કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી હોય તો શુક્રવારે નાળિયેરને ગુલાબી કપડામાં લપેટીને માતા લક્ષ્મીના મંદિરમાં લઈ જાઓ. માતાને ગુલાબ અને ચમેલીના ફુલની માળા અર્પણ કરો અને મીઠાઈનો ભોગ ધરાવો. ત્યારબાદ નારિયેળ માતા લક્ષ્મીને અર્પણ કરી દેવું. આ ઉપાય કરવાથી સમૃદ્ધિ વધે છે.


- પૈસાનું રોકાણ કરવાથી નુકસાન થયું હોય તો મંગળવારે ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને નારિયેળ પર સ્વસ્તિક બનાવી અને નારિયેળને નારંગીના કપડામાં લપેટીને હનુમાનજીને અર્પણ કરો.


 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)