Mangal Ketu Yuti: દરેક ગ્રહ નિશ્ચિત સમય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. પરંતુ તેમના ગોચરનો સમય અલગ અલગ હોય છે. જેમ કે કેતુ દર દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરે છે. જ્યારે મંગળ ગ્રહ 2 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. આગામી સમયમાં એટલે કે 3 ઓક્ટોબર 2023ના રોજ મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાથી જ કેતુ બિરાજમાન છે. મંગળના તુલા રાશિમાં પ્રવેશના કારણે તુલા રાશિમાં મંગળ અને કેતુની યુતિ સર્જાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેતુ 30 ઓક્ટોબર 2023 સુધી તુલા રાશિમાં રહેશે. જેના કારણે 3 થી 30 ઓક્ટોબર સુધી મંગળ-કેતુની યુતિની અસર તમામ 12 રાશિઓના લોકોના જીવન પર દેખાશે. આ યુતિની અસરથી 3 રાશિના લોકોનું ભાગ્ય બદલી જવાનું છે. મંગળ અને કેતુ આ રાશિના લોકોને અઢળક લાભ કરાવશે. આ રાશિના લોકોના જીવનમાં સારા દિવસોની શરૂઆત થશે. તો ચાલો તમને જણાવીએ કે તુલા રાશિમાં મંગળ અને કેતુના સંયોગથી કઈ રાશિઓને લાભ થશે. 
 
મંગળ કેતુ આ રાશિના લોકો પર વરસાવશે કૃપા 


આ પણ વાંચો:


ધન આકર્ષિત કરે છે રોટલીના આ ઉપાય, વેપારમાં થશે નફો અને નોકરીમાં મળશે પ્રમોશન


શુક્રવારથી શરુ થશે મહાલક્ષ્મી વ્રત, વ્રત દરમિયાન કરેલા આ ટોટકા ધનથી ભરી દેશે તિજોરી


પુરુષોના આ હાથ પર બાંધવી નાડાછડી, આ દિવસે બાંધવાથી પર્સ રહે છે રુપિયાથી ભરેલુ
 
કન્યા રાશિ
 
મંગળ અને કેતુનો સંયોગ કન્યા રાશિના જાતકોને આર્થિક લાભ લાવશે. આ લોકોને અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે. તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારી ચિંતા દુર થશે. રોકાણથી લાભ થશે. અટકેલા પૈસા મળવાથી તમને રાહત મળશે. કલા, મીડિયા, અભિનય, ગાયન અને માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ છે.


સિંહ રાશિ


મંગળ અને કેતુનો સંયોગ સિંહ રાશિના જાતકોને સાનુકૂળ પરિણામ આપશે. આ લોકોની હિંમત અને પરાક્રમ વધશે. કરિયરમાં પ્રગતિ થશે. ધંધો સારો ચાલશે. વિદેશથી ધનલાભ થશે. આર્થિક લાભની પ્રબળ શક્યતાઓ છે. તમારી વાતચીતની શૈલીમાં સુધારો તમને ફાયદો કરાવશે. તમને નવી તકો મળશે. તમારી આવકમાં વધારો થશે. રાજનીતિના ક્ષેત્રમાં સક્રિય લોકો માટે આ સમય કેટલીક સિદ્ધિઓ લાવી શકે છે.



મકર રાશિ 


કેતુ અને મંગળનો સંયોગ મકર રાશિના લોકોને અનેક લાભ આપશે. ખાસ કરીને કરિયરમાં પ્રગતિ થશે. તમારા રોજગારના સાધનોમાં વધારો થશે. નોકરી કરનારાઓને પદ, ધન અને પ્રતિષ્ઠા મળશે. નોકરી બદલવાની યોજના સફળ થશે. બિઝનેસમેનને સારા ઓર્ડર મળી શકે છે. તમે મિલકત અથવા વાહન ખરીદી શકો છો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)