Astro Tips: પુરુષોના આ હાથ પર બાંધવાની હોય છે નાડાછડી, આ દિવસે બાંધવાથી રુપિયાથી ભરેલું રહેશે ખિસ્સું

Astro Tips: જ્યોતિષ શાસ્ત્રમાં નાડાછડી બદલવા માટે પણ શુભ દિવસ જોવામાં આવે છે. એટલે કે મન થાય ત્યારે તેને કાઢી અને નવું બાંધી ન શકાય.  નાડાછડી બાંધવા માટે મંગળવાર અને શનિવારનો દિવસ ઉત્તમ છે. આ દિવસે જે નાડાછડી હાથ પરથી ઉતારો તેને પીપળાના ઝાડ નીચે મુકી આવવી. 

Astro Tips: પુરુષોના આ હાથ પર બાંધવાની હોય છે નાડાછડી, આ દિવસે બાંધવાથી રુપિયાથી ભરેલું રહેશે ખિસ્સું

Astro Tips: જ્યારે પણ કોઈ પૂજા કરવા બેસે છે ત્યારે પૂજા કરાવનાર પૂજામાં બેઠેલા તમામ સભ્યોના હાથ પર નાડાછડી બાંધે છે. કોઈ પણ શુભ કાર્ય દરમિયાન વ્યક્તિના કાંડા પર નાડાછડી બાંધવાનું વિશેષ મહત્વ હોય છે. હિંદુ શાસ્ત્રોમાં નાડાછડીને રક્ષા સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પૂજા દરમિયાન હાથ પર નાડાછડી બાંધવાથી વ્યક્તિ જીવનમાં આવનાર મુશ્કેલીઓથી બચી જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાંડા પર નાડાછડી બાંધવાથી વ્યક્તિને ત્રણેય દેવ અને મહાદેવીઓના આશીર્વાદ મળે છે. ત્રણ દેવીઓ માં લક્ષ્મી, માં સરસ્વતી અને મહાકાલીનો સમાવેશ થાય છે. જેઓ વ્યક્તિને સંપત્તિ, જ્ઞાન, બુદ્ધિ અને શક્તિ પ્રદાન કરે છે. પૂજા દરમિયાન સ્ત્રી અને પુરૂષ બંને માટે નાડાછડી બાંધવા માટે નિયમો પણ અલગ અલગ હોય છે.  ઘણીવાર એવું જોવા મળે છે કે દરેક વ્યક્તિ નાડાછડી બાંધવા માટે પોતાનો જમણો હાથ આગળ કરે છે. પરંતુ શાસ્ત્રોમાં આ તેના માટે ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે.  

નાડાછડી બાંધતા પહેલા જાણો તેનો નિયમ

આ પણ વાંચો:

કન્યા રાશિમાં મંગળના પ્રવેશથી આ રાશિના લોકો રહે સંભાળીને, જીવનમાં થશે ઊથલપાથલ
 
જ્યોતિષ શાસ્ત્રમાં પૂજા સંબંધિત દરેક વિધિને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. તમે જ્યારે કાંડુ બંધાવો ત્યારે પણ આ નિયમનું પાલન થાય તે વાતની ખાતરી કરો. આ સિવાય જ્યારે તમે તેને બદલો ત્યારે પણ નિયમ અનુસાર બદલો. કારણ કે નાડાછડી બદલવા માટેના પણ શાસ્ત્રોમાં કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. ઘણીવાર એવું જોવા મળે છે કે કેટલાક લોકો તેમના કાંડા પર બાંધેલી નાડાછડીને ફક્ત એટલા માટે કાઢી નાખે છે કે તે જૂની અને ઝાંખી થઈ ગઈ હોય છે. પરંતુ આમ કરવું અશુભ માનવામાં આવે છે. 

નાડાછડી બાંધવાનો શુભ દિવસ છે.

જ્યોતિષ શાસ્ત્રમાં નાડાછડી બદલવા માટે પણ શુભ દિવસ જોવામાં આવે છે. એટલે કે મન થાય ત્યારે તેને કાઢી અને નવું બાંધી ન શકાય.  નાડાછડી બાંધવા માટે મંગળવાર અને શનિવારનો દિવસ ઉત્તમ છે. આ દિવસે જે નાડાછડી હાથ પરથી ઉતારો તેને પીપળાના ઝાડ નીચે મુકી આવવી. 
 
પુરુષોના કયા હાથ પર બાંધવી નાડાછડી

હાથ પર નાડાછડી બંધાવો ત્યારે કયો હાથ છે તેનું પણ ધ્યાન રાખવું.  કારણ કે નાડાછડી બાંધવા માટેના સ્ત્રી અને પુરુષના નિયમો અલગ-અલગ હોય છે.  જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુરુષો અને અપરિણીત યુવતીઓના જમણા હાથ પર નાડાછડી બાંધવામાં આવે છે. જ્યારે પરિણીત મહિલાના ડાબા હાથ પર નાડાછડી બાંધવામાં આવે છે.

આ રીતે બંધાવવી નાડાછડી
  
જ્યારે હાથ પર નાડાછડી બાંધવામાં આવે ત્યારે  તે હાથની મુઠ્ઠી વાળી રાખવી અને બીજો હાથ માથા પર રાખવો. નાડાછડીના દોરાને કાંડા પર  માત્ર ત્રણ વાર વીંટો.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news