જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુલ 12 રાશિઓ છે જેમાંથી 3 રાશિઓ એવી છે જેમને 33 વર્ષ સુધી ભાગ્યનો ભરપૂર સાથે મળવાનો છે. આ રાશિઓ પર બજરંગબલીની ખાસ કૃપા વરસશે. દરેક દુખ દુર કરવા માટે સંકટમોચક હનુમાનજીના કેટલાક લોકોને આશીર્વાદ મળવાના છે. વ્યક્તિના જીવનમાંથી સંકટો દૂર થશે. જ્યોતિષનું માનીએ તો એવા યોગ અનેક વર્ષો બાદ બની રહ્યા છે જ્યારે બજરંગબલી કેટલીક રાશિવાળાઓ પર મહેરબાન થવાના છે. એવી માન્યતા છે કે જે વ્યક્તિ  પર હનુમાનજીની ખાસ કૃપા હોય તેમના પર કોઈ ખરાબ પ્રભાવ પડતો નથી. કે કોઈ સમસ્યાઓ આવતી નથી. અમે તમને આજે એવી 3 રાશિઓ વિશે જણાવીશું જેમના પર બજરંગબલી એક બે નહીં પરંતુ 33 વર્ષ સુધી કૃપા વરસાવશે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિના લોકો પર હનુમાનજીની ખાસ કૃપા રહેશે. કામકાજમાં ખુબ પ્રગતિ થશે. અટકેલા કામો પાર પડશે. વેપારથી લઈને નોકરી કરનારાઓને ધનલાભના યોગ છે. પરિવારના સભ્યો સાથે સારો તાલમેળ રહેશે. જે કામ કરવાનું વિચારતા હતા તે કામ પાર પડતા જશે. નોકરીની શોધ કરી રહ્યા હોવ તો તમને જલદી સારા સમાચાર મળી શકે છે. તમે દરેક મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર જઈને પ્રસાદ ચડાવો તો તમને આપોઆપ ફેરફાર જોવા મળી શકશે. 


12 વર્ષ બાદ બનશે શક્તિશાળી ગ્રહોની યુતિ, 3 રાશિવાળાનું નસીબ ચમકશે, ધનથી તિજોરીઓ ઉભરાશે


મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે આવનારો સમય ઘણો સારો રહેશે. આ રાશિના લોકોને વરષ 2024થી 2040 સુધી ધન સહિત અનેક કામોમાં સફળતા મળશે. અટકેલા કામો પાર પડશે. કામકાજમાં આવી રહેલી સમસ્યાઓ અને બાધાઓ દૂર થશે. તમારા પર હનુમાનજીની ખાસ કૃપા થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે ક્યાંક વિદેશ પ્રવાસે જઈ શકો છો. કોઈ પણ કાર્ય કરવા માટે તમને પરિવારનો પૂરેપૂરો સાથ મળશે. ધન સંલગ્ન સમસ્યાઓ દૂર થશે. સંતાન સુખ મળશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. 


સોનાના ભાવમાં સતત ઉથલપાથલ, લેટેસ્ટ રેટ ચેક કર્યા વગર જો જો ખરીદવા ન પહોંચી જતા


તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે વર્ષ 2024થી 2040 સુધીનો સમય સારો રહેશે. સરકારી નોકરી મળવાની શક્યતા છે. અટવાયેલા કામો પાર પડશે. તમે વિદેશ પ્રવાસ કરી શકો છો. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે. વેપારમાં પ્રગતિ અને નોકરીયાતોને પ્રમોશન મળી શકે છે. તમારા પર ભગવાન બજરંગબલીની ખાસ કૃપા રહેશે. વેપારમાં સફળતા મળશે. સમાજમાં માન સન્માન વધશે. રોકાણની રીતે સારો સમય છે. પ્રોપર્ટી કે અન્ય જગ્યાએ રોકાણ કરી શકો છો. જલદી લગ્નના પણ યોગ બની રહ્યા છે.


શાનદાર કમાણીની તક! આવી રહ્યો છે વધુ એક IPO, 71 રૂ. નો શેર, અત્યારથી જ 60 રૂનો ફાયદો

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube