IPO News: શાનદાર કમાણીની તક! આવી રહ્યો છે વધુ એક IPO, 71 રૂપિયાનો શેર, અત્યારથી જ 60 રૂપિયાનો ફાયદો

IPO માં પૈસા લગાવવાની તૈયારી કરી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. પૂર્વ ફ્લેક્સીપેકનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. શેર ગ્રે માર્કેટમાં અત્યારથી જ લગભગ 85 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.  

IPO News: શાનદાર કમાણીની તક! આવી રહ્યો છે વધુ એક IPO, 71 રૂપિયાનો શેર, અત્યારથી જ 60 રૂપિયાનો ફાયદો

IPO માં પૈસા લગાવવાની તૈયારી કરી રહેલા લોકો માટે એક સારા સમાચાર છે. પૂર્વ ફ્લેક્સીપેકનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. પૂર્વ ફ્લેક્સીપેકનો આઈપીઓ (Purv Flexipack IPO) સબસ્ક્રિપ્શન માટે 27 ફેબ્રુઆરીએ ખુલશે અને તેના પર દાવ લગાવવા માટે 29 ફેબ્રુઆરી સુધીનો રમય રહેશે. આઈપીઓના ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં પૂર્વ ફ્લેક્સીપેક લિમિટેડના શેર ધમાલ મચાવી રહ્યા છે. પૂર્વ ફ્લેક્સીપેકના શેર ગ્રે માર્કેટમાં અત્યારથી જ લગભગ 85 ટકાના પ્રીમિયમ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.  

130 રૂપિયા પર થઈ શકે છે લિસ્ટ
પૂર્વ ફ્લેક્સીપેકના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 70-71 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં કંપનીના શેર 60 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રડ થઈ રહ્યા છે. 71 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર પૂર્વ ફ્લેક્સીપેકના શેર 131 રૂપિયા પર લીસ્ટ  થઈ શકે છે. એટલે કે જો કોઈ રોકાણકારને આપીઓમાં પૂર્વ ફ્લેક્સીપેકના શેર એલોટ થાય તો તે લિસ્ટિંગ પર આશરે 85 ટકાના ફાયદાની આશા રાખી શકે છે. કંપનીના આપીઓમાં શેરોનું એલોટમેન્ટ 1 માર્ચ 2024ના રોજ ફાઈનલ થશે. કંપનીના શેર 5 માર્ચ 2024ના રોજ લિસ્ટ થશે. 

1 લોક માટે દાવ લગાવી શકે રોકાણકારો
પૂર્વ ફ્લેક્સીપેકના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ 1 લોટ માટે દાવ લગાવી શકે છે. આઈપીઓના એક લોટમાં 1600 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટર્સને 113600 રૂપિયા ઈન્વેસ્ટ કરવાના રહેશે. પૂર્વ ફ્લેક્સીપેકના પબ્લિક ઈશ્યુની ટોટલ સાઈઝ 40.21 કરોડ રૂપિયા સુધીની છે. કંપની આઈપીઓ દ્વારા ભેગી કરેલી રકમનો ઉપયોગ પોતાના કરજની ચૂકવણી, વર્કિંગ કેપિટલ રિક્વાયર્મેન્ટની ફંડિંગ અને જનરલ કોર્પોરેટ હેતુસર કરશે. પૂર્વ  ફ્લેક્સીપેકની શરૂઆત 2005માં થઈ હતી. કંપની BOPP ફિલ્મ, પોલિસ્ટર ફિલ્મ્સ, પ્લાસ્ટિક ગ્રેન્યુઅલ્સ, ઈંક અને ટાઈટેનિયમ ડાઈ ઓક્સાઈડ સહિત પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ ડિસ્ટ્રિબ્યૂટ્સ કરે છે. 

 (Disclaimer: અહીં ફક્ત આઈપીઓની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news