Chandra Grahan 2023: આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. બુદ્ધ પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ થવાનો દુર્લભ યોગ 130 વર્ષ પછી સર્જાયો છે. તેવામાં લોકોમાં પણ ઉત્સુકતા છે કે ગ્રહણની અસર કઈ કઈ રાશિ પર પડશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ચંદ્રગ્રહણ ની અસર ચાર રાશિના જાતકો ઉપર સૌથી વધુ જોવા મળશે. આ ચાર રાશિના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કારણ કે તેમના ઉપર સંકટ આવી શકે છે. ગ્રહણના દુષ્પ્રભાવથી બચવા માટે આજે તમને કેટલાક ઉપાય પણ જણાવીએ જેને કરવાથી સમસ્યા દૂર થઈ શકે છે 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Chandra Grahan 2023: ચંદ્રગ્રહણ દરમિયાન કરો કોઈ એક ઉપાય, જીવનની સમસ્યાઓ થશે દુર


Chandra Grahan 2023: ચંદ્ર ગ્રહણ દરમિયાન કરો આ મંત્રોનો જાપ, રોગ-દોષથી મળશે મુક્તિ


બુદ્ધ પૂર્ણિમાના ચંદ્ર ગ્રહણ પર આ રાશિના લોકોની લાગી જશે લોટરી, અચાનક થશે ધનલાભ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભારતમાં ચંદ્રગ્રહણ રાત્રે 8:44 થી શરૂ થશે અને મોડી રાત્રે 1:01 મિનિટ પર પૂરું થશે. ગ્રહણની સૌથી વધારે અસર 10:52 મિનિટે જોવા મળશે. વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે પરંતુ તેની અસર ભારતમાં થશે.


આજે થનાર ચંદ્રગ્રહણ દરમિયાન મેષ, વૃષભ, કર્ક અને સિંહ રાશિના લોકો ઉપર સંકટ વધી શકે છે. ગ્રહણના પ્રભાવથી બચવા માટે આ રાશિના જાતકોએ ભગવાન શિવના દર્શન કરી તેમની આરાધના કરવી જોઈએ સાથે જ ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવો જોઈએ.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)