Chandra Grahan 2023: ચંદ્રગ્રહણ દરમિયાન કરો કોઈ એક ઉપાય, જીવનની સમસ્યાઓ થશે દુર

Chandra Grahan 2023: જ્યોતિષશાસ્ત્રમાં આ નકારાત્મક અસરોને દૂર કરવા માટે કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણ સમયે આ ઉપાયો કરવાથી ગ્રહદોષ, ધનની ખામી, ક્લેશ સહિતની સમસ્યાઓ દુર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આવા જ કેટલાક ચમત્કારી ઉપાયો વિશે.

Chandra Grahan 2023: ચંદ્રગ્રહણ દરમિયાન કરો કોઈ એક ઉપાય, જીવનની સમસ્યાઓ થશે દુર

Chandra Grahan 2023: વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થવા જઈ રહ્યું છે. 5 મે અને શુક્રવારના રોજ થનારું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ ગ્રહણ એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં દેખાશે. ચંદ્રગ્રહણ રાત્રે 8.44 વાગ્યે શરૂ થશે અને મોડી રાત્રે 1 વાગ્યે સમાપ્ત થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્રગ્રહણની લોકો પર નકારાત્મક અસર પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ નકારાત્મક અસરોને દૂર કરવા માટે કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણ સમયે આ ઉપાયો કરવાથી ગ્રહદોષ, ધનની ખામી, ક્લેશ સહિતની સમસ્યાઓ દુર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આવા જ કેટલાક ચમત્કારી ઉપાયો વિશે.

આ પણ વાંચો:

નકારાત્મક અસર ઓછી થશે

ચંદ્રગ્રહણ સમયે ચંદ્રના વૈદિક મંત્ર "ૐ શ્રાં શ્રીં શ્રૌં સ: ચંદ્રમસે નમઃ" અને "ૐ સોં સોમાય નમઃ" મંત્રનો જાપ શક્ય તેટલી વધારે વાર કરવો જોઈએ. તેનાથી ચંદ્રનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે.

કુંડળીમાં ચંદ્રને મજબૂત  

લાલ કિતાબ અનુસાર ચંદ્રગ્રહણ સમયે કુંડળીમાં ચંદ્રની સ્થિતિને મજબૂત કરવા માટે તુલસી પાનને મોંમાં રાખો અને ચંદ્રના બીજ મંત્રનો જાપ કરો. આમ કરવાથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત બને છે.

ધન પ્રાપ્તિ માટે

ચંદ્રગ્રહણ સમયે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે દૂધ અને ગંગાજળ મિક્સ કરી તેમાં ચાંદીનો ટુકડો મુકવો. આ પાત્રને ગ્રહણ દરમિયાન બહાર રાખો. ગ્રહણ પૂર્ણ થયા બાદ ચાંદીના ટુકડાને તિજોરીમાં રાખો.  

સમસ્યાઓથી છુટકારો મેળવવા

લાલ કિતાબ અનુસાર ચંદ્રગ્રહણના દિવસે એક નારિયેળ લેવું અને તેને 21 વાર તમારા માથા પરથી ઉતારો. પછી તેને વહેતા પાણીમાં પધરાવી દો. તેનાથી તમામ સમસ્યાઓ દૂર થશે.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news