Ratna Shastra: માં લક્ષ્મીને અતિ પ્રિય છે આ રત્ન, ધારણ કર્યાની સાથે સર્જાવા લાગે છે ધનલાભના યોગ
Maa Lakshmi Favourite Ratna:ધનપ્રાપ્તિ અને સુખ, સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા કરે છે. મતાલક્ષ્મીની પૂજા કરવાની સાથે તેમનો પ્રિય રત્ન ધારણ કરી લેવામાં આવે તો વ્યક્તિ ઝડપથી ધનવાન બને તેવા યોગ સર્જાય છે. રત્ન શાસ્ત્રમાં આ રત્ન વિશે જણાવવામાં આવ્યું છે. રત્ન શાસ્ત્ર અનુસાર આ રત્ન માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તે ધન આકર્ષિત કરવામાં મદદ કરે છે.
Maa Lakshmi Favourite Ratna: રત્ન શાસ્ત્ર પણ જ્યોતિષશાસ્ત્રનો એક મહત્વનો ભાગ છે. જ્યારે કુંડળીમાં કોઈ ગ્રહ નબળો હોય કે તે અશુભ ફળ આપતો હોય તો રત્ન શાસ્ત્ર અનુસાર તેને અનુકૂળ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. ગ્રહ અનુસાર રત્ન ધારણ કરવાથી નબળો ગ્રહ મજબૂત થાય છે અને શુભ પ્રભાવ વધે છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાનો સામનો કરતી હોય કે તેની પાસે પૈસા ટકતા ન હોય તો તેણે માતા લક્ષ્મીને પ્રિય રત્ન ધારણ કરવો જોઈએ.
આ પણ વાંચો: Roti Flour: રોટલીનો લોટ બાંધતી વખતે વાર અનુસાર તેમાં ઉમેરો આ વસ્તુઓ, કાર્યો થશે સફળ
ધનપ્રાપ્તિ અને સુખ, સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિ માતા લક્ષ્મીની પૂજા કરે છે. મતાલક્ષ્મીની પૂજા કરવાની સાથે તેમનો પ્રિય રત્ન ધારણ કરી લેવામાં આવે તો વ્યક્તિ ઝડપથી ધનવાન બને તેવા યોગ સર્જાય છે. રત્ન શાસ્ત્રમાં આ રત્ન વિશે જણાવવામાં આવ્યું છે. રત્ન શાસ્ત્ર અનુસાર આ રત્ન માતા લક્ષ્મીને અતિપ્રિય છે અને તે ધન આકર્ષિત કરવામાં મદદ કરે છે. આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો: 2026 સુધી આ 5 રાશિઓ કરશે મોજ, મંગળના નક્ષત્ર પરિવર્તનથી થઈ જશે માલામાલ
માતા લક્ષ્મીને પ્રિય રત્ન કયો ?
રત્નશાસ્ત્ર અનુસાર સ્ફટિક માતા લક્ષ્મીને અતિપ્રિય છે. લક્ષ્મી મંત્રનો જાપ કરવાનો હોય તો સ્ફટિકની માળાનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. જો સ્ફટિકના રત્નને જ્યોતિષીની સલાહ લઈને ધારણ કરવામાં આવે તો માતા લક્ષ્મીના આશીર્વાદ ઝડપથી પ્રાપ્ત થાય છે. આ રત્નનો જો યોગ્ય રીતે ધારણ કરવામાં આવે તો વ્યક્તિની ધન સંબંધિત સમસ્યા દૂર થવા લાગે છે.
આ પણ વાંચો: શનિ દેવ બનાવશે દુર્લભ રાજયોગ, 3 રાશિના લોકો કરિયરમાં કરશે પ્રગતિ, વેપારીઓને થશે લાભ
કેવો હોય છે સ્ફટિક ?
સ્ફટિકનો રત્ન રંગહીન અને પારદર્શી હોય છે. આ રત્ને લઈને માન્યતા છે કે માતા લક્ષ્મી પણ સ્ફટિકને પોતાના ગળામાં ધારણ કરે છે. તેથી જ સ્ફટિકને કંઠહાર પણ કહેવાય છે. માતા લક્ષ્મીને અતિ પ્રિય આ વસ્તુ ધારણ કરવાથી વ્યક્તિને પણ ધન લાભ થઈ શકે છે.
આ પણ વાંચો: મંગળ ગ્રહ કરશે યુવા અવસ્થામાં પ્રવેશ, 30 જુલાઈથી ચમકશે 3 રાશિનું ભાગ્ય, થશે ધનલાભ
સ્ફટિક પહેરવાથી થતા લાભ
શાસ્ત્ર અનુસાર સ્ફટિકની માળા ધારણ કરવાથી ધન લાભના યોગ સર્જાવવા લાગે છે. સ્ફટિકની માળા ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્ફટીકને ધારણ કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં કોઈપણ પ્રકારના સુખની ખામી સર્જાતી નથી. આ રત્ન ધારણ કરવાથી પરિવારના કલેશથી પણ મુક્તિ મળે છે. આ રત્નને ધારણ કરવા સિવાય તમે તિજોરીમાં પણ રાખી શકો છો.
આ પણ વાંચો: Shadashtak Yog: 27 જુલાઈથી શનિ અને શુક્ર બનાવશે ષડાષ્ટક યોગ, 3 રાશિઓ પર ઘેરાશે સંકટ
સ્ફટિક ધારણ કરવાના નિયમ
જો આ કાયદા જાણીને તમને પણ સ્ફટિક ધારણ કરવાની ઈચ્છા થઈ ગઈ છે તો તમને જણાવી દઈએ કે સ્ફટિક ધારણ કરવાના નિયમ કયા છે ? સ્ફટિક ધારણ કરવો હોય તો શુક્રવાર કે બુધવારનો દિવસ વિશેષ ગણાય છે. સ્ફટિકની માળા પણ ધારણ કરી શકાય છે અને તેને વીંટીમાં જડાવીને પણ પહેરી શકાય છે. સ્ફટિકને ધારણ કરતા પહેલા ગંગાજળથી તેને શુદ્ધ કરી માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવું જોઈએ. ત્યાર પછી લક્ષ્મી મંત્રનો જાપ કરીને આ રત્ન ધારણ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)