Roti Flour: રોટલીનો લોટ બાંધતી વખતે વાર અનુસાર તેમાં ઉમેરો આ વસ્તુઓ, દુર થઈ જશે બધા જ સંકટ, મળવા લાગશે સફળતા

Roti Flour: રોટલીના સરળ ઉપાય કરવાથી ગ્રહ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આજે તમને રોટલીના લોટ સંબંધિત આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ. વાર અનુસાર આ ઉપાય કરી લેશો તો જીવનની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનાથી છુટકારો મળી જશે. અઠવાડિયાના સાત દિવસના આ સાત અલગ ઉપાય તમારું ભાગ્ય ચમકાવી શકે છે. 

Roti Flour: રોટલીનો લોટ બાંધતી વખતે વાર અનુસાર તેમાં ઉમેરો આ વસ્તુઓ, દુર થઈ જશે બધા જ સંકટ, મળવા લાગશે સફળતા

Roti Flour: ગ્રહ, નક્ષત્રોના પ્રભાવને કોઈ માને કે ન માને પરંતુ તેની અસર દરેક વ્યક્તિના જીવનમાં જોવા મળે જ છે. ઘણી વખત જોવા મળે છે કે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે તેના પ્રમાણમાં તેને ફળ મળતું નથી, લાખ પ્રયત્ન કરે તો પણ ઘરમાં બે છેડા ભેગા થતા નથી, ઘણી વખત તો સફળતા હાથ વેંતમાં હોય અને હાથમાંથી બધું જ છૂટી જાય, મહત્વના કાર્યમાં વારંવાર બાધાઓ આવે. ઘરમાં અણધાર્યા ખર્ચના કારણે આવક ઓછી પડે... આ પ્રકારની નાની-મોટી અનેક સમસ્યાઓ ગ્રહદોષના કારણે પણ સર્જાતી હોય છે. 

જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો જીવનમાં ગ્રહદોષ સંબંધિત સમસ્યાઓ હોય તો તેનાથી બચવા માટે કેટલાક ઉપાય કરી શકાય છે. આમ તો જ્યોતિષશાસ્ત્રમાં આવા અનેક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે પરંતુ એક ઉપાય એવો છે જેને કરવો ખૂબ જ સરળ છે. આ ઉપાય છે રોટલીના લોટનો ઉપાય. દરેક ઘરમાં રોજ બનતી રોટલી વ્યક્તિનું ભાગ્ય પણ બદલી શકે છે અને ગ્રહ સંબંધિત દોષથી રાહત પણ આપી શકે છે. 

રોટલીના સરળ ઉપાય કરવાથી ગ્રહ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. આજે તમને રોટલીના લોટ સંબંધિત આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવીએ. વાર અનુસાર આ ઉપાય કરી લેશો તો જીવનની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેનાથી છુટકારો મળી જશે. અઠવાડિયાના સાત દિવસના આ સાત અલગ ઉપાય તમારું ભાગ્ય ચમકાવી શકે છે. 

વાર અનુસાર રોટલીના લોટના ઉપાય 

1. સોમવારના દિવસે રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં થોડું દૂધ ઉમેરી દેવું. તમે દૂધથી પણ રોટલીનો લોટ બાંધી શકો છો. અથવા તો રોટલીના લોટ માટે જે પાણી લો તેમાં દૂધ ઉમેરીને લોટ બાંધો. તેનાથી જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થવા લાગશે. 

2. મંગળવારના દિવસે રોટલીનો લોટ બાંધો તો તેમાં ચપટી લાલ મરચું ઉમેરી દેવું. આમ કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળવા લાગે છે. 

3. બુધવારના દિવસે રોટલી બનાવવા માટે તેનો લોટ બાંધો ત્યારે તેમાં કોઈપણ લીલી વસ્તુનો પ્રયોગ કરવો તેનાથી ઘરમાં સહકારાત્મક ઊર્જા જળવાઈ રહેશે 

4. ગુરુવારે રોટલીનો લોટ બાંધો ત્યારે તેમાં હળદર ઉમેરવી શુભ ગણાશે તેનાથી વ્યક્તિની બુદ્ધિ તેજ થાય છે. 

5. શુક્રવારના દિવસે ઘરમાં રોટલીનો લોટ બાંધો ત્યારે લોટમાં દેશી ઘી ઉમેરવાનું ભૂલતા નહીં. શુક્રવાર માતા લક્ષ્મીને સમર્પિત દિવસ છે અને આ દિવસે લોટમાં ઘી ઉમેરીને રોટલી બનાવવાથી ઘરમાં ધનના ભંડાર ભરાઈ જાય છે 

6. શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે આ દિવસે લોટ બાંધો ત્યારે લોટમાં સરસવના તેલના થોડા ટીપા ઉમેરી દેવા. તેનાથી જીવનમાં આવેલી સમસ્યાઓ અને શનિ સંબંધીત દોષ દૂર થાય છે.

7. રવિવારે રોટલીના લોટમાં થોડો ગોળ ઉમેરી દેવો. તેનાથી ગ્રહોનો અશુભ પ્રભાવ દુર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news