નવી દિલ્હીઃ Maha Shivratri 2023 Effect on Zodiac signs: હિંદુ કેલેન્ડર મુજબ, મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તહેવારનું ઘણું મહત્વ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે અને લોકો લાંબા અને સુખી લગ્ન જીવન માટે આશીર્વાદ માંગે છે. આ સાથે ભગવાન શિવના ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે. મહાશિવરાત્રીનું વિશેષ મહત્વ છે કારણ કે કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. તેમના સંઘની સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે મહા શિવરાત્રી પર એક દુર્લભ સંયોગ બની રહ્યો છે, જેની શુભ અસર ત્રણ રાશિઓ પર પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહા શિવરાત્રિનું પર્વ 18 ફેબ્રુઆરી 2023ના છે. આ દિવસે શનિ પ્રદોષ વ્રત પણ છે. એક દિવસમાં થઈ રહેલા બે શુભ સંયોગ કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ લઈને આવશે. સાથે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ છે. 


મહાશિવરાત્રિ 2023ના કઈ રાશિઓ પર પડશે શુભ પ્રભાવ
1. મેષ રાશિઃ જ્યોતિશ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રિ શુભ રહેવાની છે. ભાગ્યનો સાથ રહેશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. સાથે આવકના નવા સાધન પ્રાપ્ત થશે. 


2. કર્ક રાશિઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કર્ક રાશિના જાતકો માટે મહાશિવરાત્રિ સૌભાગ્ય લઈને આવશે. આ રાશિના જાતકોને ભગવાન શિવની કૃપાથી સફળતા મળશે. કારોબારમાં પ્રગતિ થશે. નોરીમાં પ્રમોશનનો યોગ છે. લાભ અને ધનની પ્રાપ્તિ થશે. 


આ પણ વાંચોઃ બુધનું ગોચર આ લોકોનું ભાગ્ય પલટી નાખશે, જબરદસ્ત કમાણી કરાવશે


3. ધન રાશિઃ ધન રાશિના જાતકો માટે મહાશિવરાત્રિ ખુબ ખાસ રહેવાની છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. નોકરીના નવા અવસર બની રહ્યાં છે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમને ધન લાભ થઈ શકે છે. વેપારમાં પ્રગતિ થશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube