Mahashivratri 2024: મહાદેવની આરાધના માટે મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ જણાય છે. દર વર્ષે મહા મહિનાની ચૌદશના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા. આ દિવસને દેશભરમાં ધામધૂમથી મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને દુઃખ તેમજ રોગનો નાશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ છે દેશના પ્રખ્યાત ગણેશ મંદિર, દર્શન કરવા માત્રથી મનોકામના થઈ જાય પુરી, જુઓ Photos


હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 અને શુક્રવારે ઉજવાશે. આ દિવસે વિશેષ પૂજા પાઠ અને પુણ્ય કાર્ય કરવાથી સુખ સમૃદ્ધિ અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવની પૂજા કરવાની સાથે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. તો ચાલો તમને જણાવીએ મહાશિવરાત્રી પર કઈ કઈ વસ્તુનું દાન કરવાથી સુખ-સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


મહાશિવરાત્રીના દિવસે કરો આ વસ્તુઓનું દાન


આ પણ વાંચો: Astro Tips: દવા અને સારવાર પછી પણ બીમારી પીછો નથી છોડતી ? તો રોગ દુર કરવા કરો આ ઉપાય


- જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રીના દિવસે દૂધથી બનેલી વસ્તુનું દાન કરવું શુભ ગણાય છે. આ દિવસે ખીર, છાશ, પનીર જેવી વસ્તુનું દાન કરવાથી વિશેષ લાભ થાય છે..


- મહાશિવરાત્રીના દિવસે શિવાલયમાં અનાજ, વસ્ત્ર કે ધનનું દાન કરવું પણ ફળદાયી સાબિત થાય છે. આ વસ્તુઓ જો તમે કોઈ જરૂરિયાત મંદને દાન કરો છો તો પણ જીવનમાં સુખ-સમૃદ્ધિ અને મનને શાંતિ મળે છે. 


આ પણ વાંચો: Broom Vastu: આ દિવસે ઝાડુ ખરીદવું સૌથી શુભ, ઝાડુની સાથે ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ


- મહાશિવરાત્રીના દિવસે તલનું દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે. પિતૃદોષના કારણે જીવનમાં આવતી સમસ્યાઓ તલનું દાન કરવાથી દૂર થાય છે અને અટકેલા કામ પુરા થવા લાગે છે. 


- મહાશિવરાત્રી પર જો ચાંદીથી બનેલું શિવલિંગ દાન કરવામાં આવે તો શુભ ફળ મળે છે. આ ઉપાય કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. 


આ પણ વાંચો: Dwarka: શ્રીકૃષ્ણએ બનાવેલી દ્વારકા કેવી રીતે ડુબી દરિયામાં.. નથી જાણતું કોઈ આ રહસ્ય


- અનાજનું દાન સૌથી મહત્વપૂર્ણ છે જો મહાશિવરાત્રીના દિવસે ઘઉં, ચોખા, દાળ વગેરેનું દાન કરવામાં આવે તો દાન કરનારના જીવનમાં ક્યારેય ધન અને અન્નની ખામી રહેતી નથી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)