Broom Vastu: આ દિવસે ઝાડુ ખરીદવું સૌથી શુભ, ઝાડુની સાથે ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ, વધવા લાગશે બેન્ક બેલેન્સ

Broom Vastu: ઘરમાં નવી સાવરણી ક્યારે ખરીદીને લાવવી અને જૂની સાવરણીને ક્યારે ફેકવી તે ખૂબ જ મહત્વનું હોય છે. સાવરણી ખરીદવાને લઈને આ નિયમોનું પાલન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપાથી અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. 

Broom Vastu: આ દિવસે ઝાડુ ખરીદવું સૌથી શુભ, ઝાડુની સાથે ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ, વધવા લાગશે બેન્ક બેલેન્સ

Broom Vastu: ધનના દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના કેટલાક ઉપાયો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે અઠવાડિયાના દરેક દિવસ સંબંધિત કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો પણ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી નિવાસ કરે છે. જો વ્યક્તિ આ નિયમોનું પાલન કરે તો તેનાથી અઢળક લાભ થાય છે. આવો જ એક નિયમ સાવરણી સંબંધિત છે. 

શાસ્ત્રોમાં ઝાડુ એટલે કે સાવરણી ખરીદવાને લઈને પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. ઘરમાં નવી સાવરણી ક્યારે ખરીદીને લાવવી અને જૂની સાવરણીને ક્યારે ફેકવી તે ખૂબ જ મહત્વનું હોય છે. સાવરણી ખરીદવાને લઈને આ નિયમોનું પાલન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપાથી અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થઈ શકે છે. તેનાથી વિપરીત જે લોકો આ નિયમોનું પાલન નથી કરતા તો તે હંમેશા ગરીબ રહી જાય છે. વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે સાવરણી ખરીદવા માટેનો શુભ દિવસ કયો છે.

સાવરણી ખરીદવાના શુભ દિવસો 

ઘરમાં જો નવી જાડુ લાવવાની હોય તો અમાસ, મંગળવાર, શનિવાર અથવા તો રવિવારના દિવસને સૌથી શુભ માનવામાં આવે છે. આ સિવાય કોઈપણ મહિનાના કૃષ્ણ પક્ષના આ શુભ દિવસોમાં જાડુ ખરીદવું સૌથી ઉત્તમ ગણાય છે. નવી સાવરણી ઘરમાં લાવો પછી તેનો ઉપયોગ કરવા માટે શનિવાર સૌથી શુભ હોય છે. તમે કોઈપણ વારે સાવરણી ઘરમાં લાવ્યા હોય પણ તેનો ઉપયોગ શનિવારથી જ શરૂ કરવો. 

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં હંમેશા એક સાથે બે જાડું ખરીદીને લાવવી. બે સાવરણી સાથે લેવી શુભ હોય છે. આમ કરવાથી ઘરમાં ધનની આવક ઝડપથી વધે છે. સાવરણી કયા દિવસે ખરીદવી તે નિયમનું પાલન કરવાની સાથે ઘરમાં સાવરણી કેવી રીતે રાખવી તે નિયમનું પાલન કરવું પણ જરૂરી છે. 

સાવરણી રાખવાના નિયમ

- શાસ્ત્ર અનુસાર જૂની સાવરણીને ગુરુવાર, પૂનમ, એકાદશી કે મંગળવારના દિવસે ઘરમાંથી બહાર ફેંકવી નહીં. જો આ દિવસે તમે જૂની સાવરણીને ઘરમાંથી કાઢો છો તો ધનહાની થાય છે.

- ઘરમાં સાવરણીને હંમેશા ઉત્તર દિશામાં રાખવી જોઈએ સાથે જ સાવરણી એવી રીતે રાખવી કે કોઈને દેખાઈ નહીં.

- સાવરણીને ક્યારેય ડાઇનિંગ રૂમ, બેડરૂમ કે મંદિરમાં ન રાખો. સાથે જ તિજોરીની આસપાસ પણ સાવરણી ન રાખવી.

- શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત સમયે કે સૂર્યાસ્ત પછી ઘરમાં જાડુ કરવું નહીં. 

- ઘરમાં ક્યારેય તૂટેલી કે ખરાબ થયેલી સાવરણીનો ઉપયોગ કરવો નહીં. આમ કરવાથી દરિદ્રતા વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news