Mahashivratri 2024: ભગવાન શંકરના દર્શન માટે આમ તો દર મહિને પ્રદોષ દિવસ હોય છે, પરંતુ મહાશિવરાત્રીનું પોતાનામાં વિશેષ મહત્વ છે. જે વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. આ વખતે આ મહાપર્વ 8 માર્ચે ઉજવવામાં આવશે. જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો અથવા વ્યવસાયમાં અપેક્ષિત વૃદ્ધિના અભાવે ચિંતિત છો, તો હવેથી આ મહાશિવરાત્રિની તારીખ નોંધી લો. આ દિવસે તમે કેટલાક ખાસ ઉપાય કરીને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલે ફેબ્રુઆરી વિશે કર્યો વરતારો! તારીખો સાથે આગાહી, જાણો ક્યારે આવશે ઠંડી-વરસાદ


1. શિવજીની કૃપા માટે
શિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ અડધો લીટર દૂધ ઘરની બાજુમાં આવેલા મંદિરમાં શિવલિંગ પર અર્પિત કરો અને ત્યાં બેસીને ભગવાન શિવના પંચાક્ષર મંત્રની એક માળાનો જાપ કરો. મહાશિવરત્રિના દિવસથી શિવ આરાધનાને શરૂ કર્યા બાદ સતત કરતા રહો અને તેના આધારે ભોલેનાથની કૃપા જોઈને તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો.


હવે ઘરઆંગણે બનશે પાસપોર્ટ! ઓફિસ સુધી ધક્કો ખાવો નહીં પડે, અમદાવાદમાં શરૂ થશે વાન


2. ગરીબી દૂર કરવા માટે
શિવરાત્રીના દિવસે મસૂરની દાળના ઢગલા પર સાત કોડિયો અને એક નાનો શંખ સ્થાપિત કરો. આ ક્રિયામાં પોતાના મુખને પૂર્વ દિશા તરફ રાખો. મગ માળાથી ઓમ ગણપતયે નમઃ મંત્રનો પાંચ વખત જાપ કરો. પૂજા દરમિયાન ઘીનો દીવો, ધૂપ વગેરે પ્રજવલિત રહેવા જોઈએ. ભગવાન ગણેશની મૂર્તિ અથવા તસવીર પર ડૂબ અવશ્ય ચઢાવો અને પછી લાડુનો ભોગ ચઢાવો. ભક્તિભાવથી પૂજા કરવાથી તમારી દરિદ્રતા દૂર થશે.


બાળકનું નામ ભગવાનના નામ પરથી રાખવું યોગ્ય છે? જાણી લેજો પ્રેમાનંદજી મહારાજનો આ જવાબ


3. નોકરી-વેપારનો ઉપાય
જો તમને ધંધામાં નુકસાન અને નોકરી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય તો શિવરાત્રિના દિવસે શિવલિંગ પર દૂધમાં થોડી ખાંડ નાખીને અભિષેક કરો, શિવરાત્રિના દિવસથી 21 સોમવાર સુધી આ ઉપાય કરો.


એક ન્યૂડ વીડિયો કોલમા અ'વાદના 15 વર્ષના સગીરે મોતને કર્યુ વ્હાલુ, જાણો દર્દનાક કહાની