ખ્યાતી ઠક્કર, અમદાવાદઃ રાશિ પ્રમાણે કેવા દાન કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે. આ અંગે માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યની મકર સંક્રાંતિ પ્રવેશ ક્ષણ 14 જાન્યુઆરી શનિવારે રાત્રે 8.14 વાગ્યે છે. પરંતુ રાત્રે સ્નાન અને દાન નથી કરવામાં આવતુ. આ માટે ઉદયતિથિની માન્યતા છે એટલે કે જ્યારે સૂર્યોદય થશે, તે સમયે મકરસંક્રાંતિ સ્નાન અને દાન કરવુ જોઈએ .માટે  આ વર્ષે 14 જાન્યુઆરી શનિવાર  ને બદલે મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી 2023, રવિવારના રોજ ઉજવવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકરસંક્રાંતિનો  પુણ્ય કાળ શુભ સમય
15 જાન્યુઆરીએ સવારે 7:15 થી લઈને સાંજે  5:46 વાગ્યા સુધીનો મકર સંક્રાંતિનો પુણ્યકાળ રહેશે અને તેનો મહા પુણ્યકાળ સવારે 7:15 થી 9:00 સુધીનો છે.


મકરસંક્રાંતિ પર રવિવારનો સંયોગ
આ વર્ષે મકરસંક્રાંતિ રવિવારે છે. રવિવારના દિવસે સૂર્યની પૂજા કરવામાં આવે છે અને મકરસંક્રાંતિના દિવસે પણ સૂર્યની પૂજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વખતે મકરસંક્રાંતિની સાથે સૂર્ય પૂજાનો દિવસ પણ શુભ છે. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વધુ ફળની પ્રાપ્તી થશે. 


મકરસંક્રાંતિ પર સૂર્ય થશે ઉત્તરાયણ 
મકરસંક્રાંતિના દિવસે, સૂર્ય ભગવાન દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસથી કમુરતા સમાપ્ત થશે અને લગ્ન, ગૃહ પ્રવેશ વગેરે જેવા શુભ કાર્યોની શરૂઆત થશે. જ્યારે સૂર્ય ઉત્તરાયણમાં હોય છે. ત્યારે દિવસનો સમયગાળો ધીમે ધીમે વધે છે. શિયાળો ઓછો થવા લાગે છે અને તાપમાન વધવા લાગે છે.


આ પણ વાંચોઃ Vastu Shastra: ઓફિસમાં ફટાફટ પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ જોઈએ તો આ વાસ્તુનું ધ્યાન રાખો


શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ ના સમયે કરેલ પવિત્ર નદીઓમાં સ્નાન થી સૂર્ય મંત્ર કે ગાયત્રી મંત્ર જાપથી તેમજ  પૂજન થી તથા દાન-પુણ્યથી અનેક પ્રકારના રોગો અને ઋણમાંથી મુક્તિ મળે છે તેમજ ભગવાન સૂર્યનારાયણ ની કૃપાથી આત્મ બળ ની સાથે  શારીરિક માનસિક તેમજ આધ્યાત્મિક બળ મળે છે . સમાજમાં યસ પ્રતિષ્ઠા સુખ સમૃદ્ધિ અને સંતતિની પ્રાપ્તિ થાય છે માટે જ મકરસંક્રાંતિ નો આટલો વિશેષ મહિમા છે.


તલના તેલની માલિશ કરી સૂર્ય સ્નાન કરવાથી શરીરના રોગોને નષ્ટ પામે છે
આ દિવસે તલ કે તલના તેલને સૂર્ય પ્રકાશમાં તપાવી આ તેલના ઉપયોગથી કે તેની માલિશથી શરીરના વાત રોગો નષ્ટ થાય છે. સૂર્યપ્રકાશમાં બેસી ગાયત્રી મંત્ર જાપ કે સૂર્ય મંત્ર જાપ કરવાથી  કરવાથી સિદ્ધિ સફળતા અને પુણ્યની પ્રાપ્તિ થાય છે.


આમ આ પ્રકારે  આ દિવસે બ્રાહ્મણોને ગરીબો ને ઘઉં કઠોળ અનાજનું દાન વસ્ત્રો રેશમી વસ્ત્રો કે કપડા નું દાન  ગાયોને ઘાસચારો ચકલાને ચણ કૂતરાને રોટલી નું દાન કરવાથી અનેક ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જેના ફળ સ્વરૂપે રોગ અને ઋણમાંથી મુક્તિ મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube