Makar Sankranti 2024: મકર સંક્રાંતિ પર પતંગ ચગાવવા પાછળનું જાણી લો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ
Makar Sankranti 2024: ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં આવે છે. ગુજરાતમાં તો પતંગોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પતંગ ચગાવવાની પ્રથાની શરૂઆત કોણે કરી અને તેની પાછળનું કારણ શું છે? તો ચાલો આજે તમને જણાવીએ.
Makar Sankranti 2024: દર વર્ષે મકર સંક્રાતિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે આ તહેવાર ઉજવાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને સાથે જ વાતાવરણમાં પણ ફેરફાર શરૂ થાય છે. આ દિવસને ઉત્તરાયણ પણ કહેવાય છે. આ તહેવારને ભારતના અલગ અલગ રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં મુખ્ય આકર્ષણ હોય છે પતંગ ચગાવવાનું. ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવામાં આવે છે. ગુજરાતમાં તો પતંગોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે પતંગ ચગાવવાની પ્રથાની શરૂઆત કોણે કરી અને તેની પાછળનું કારણ શું છે? તો ચાલો આજે તમને જણાવીએ.
આ પણ વાંચો: મકર સંક્રાંતિના દિવસે ઘરની પૂર્વ દિશામાં રાખો આ વસ્તુ, પૈસાની તંગી થશે દુર
મકર સંક્રાંતિ પર પતંગ ચગાવવાની પ્રથા
મકર સંક્રાંતિને પતંગનો પર્વ પણ કહેવાય છે ધાર્મિક માન્યતા અનુસાર પતંગ ચગાવવાની પ્રથાની શરૂઆત ભગવાન શ્રી રામે કરી હતી. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે ભગવાન શ્રી રામે સૌથી પહેલા પતંગ ઉડાવી હતી. આ પતંગ ઈન્દ્રલોક સુધી પહોંચી હતી અને તેને જોઈને દેવી-દેવતાઓ પણ પ્રસન્ન થયા હતા. ત્યારથી મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવાની પરંપરા શરૂ થઈ છે. આ સિવાય પતંગને આઝાદી ખુશીનો પણ સંકેત માનવામાં આવે છે.
આ પણ વાંચો: કુંડળીના આ યોગથી શેરમાર્કેટમાં થાય છે કરોડોની કમાણી, રોકાણથી ધન લાભ માટે કરો આ ઉપાય
વૈજ્ઞાનિક કારણ
પતંગ ચગાવવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય છે ત્યારે એટલે કે આ સમય દરમિયાન સૂર્યનો તડકો શરીરને મળે તો તે અમૃત સમાન સાબિત થાય છે. બદલતી ઋતુના આ સમયે સૂર્યનો તડકો લેવાથી બીમારીઓ દૂર થાય છે તેથી ઉત્તરાયણ પર પતંગ ચગાવવામાં આવે છે જેથી લોકો સૂર્યનો તડકો લઈ શકે.
આ પણ વાંચો: આ ચાર રાશિના લોકોને આવે છે સૌથી વધુ ગુસ્સો, તમારી રાશિ તો નથી ને આમાંથી એક?
ભારતના ઘણા રાજ્યોમાં મકર સંક્રાંતિની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે. ઉત્તરાયણ પર સૌથી વધારે ગુજરાત અને રાજસ્થાનમાં પતંગ ઉડાડવામાં આવે છે ગુજરાતમાં પતંગબાજીનું પણ આયોજન કરવામાં આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)