Makar Sankranti 2024: મકર સંક્રાંતિના દિવસે ઘરની પૂર્વ દિશામાં રાખો આ વસ્તુ, પૈસાની તંગી થશે દુર, ટુંક સમયમાં બનશો લખપતિ

Makar Sankranti 2024: વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ આ દિવસ ખૂબ જ મહત્વનો છે. જો આ દિવસે ઘરની પૂર્વ દિશામાં કેટલીક વસ્તુ રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. તો ચાલો આજે તમને જણાવીએ મકર સંક્રાંતિના દિવસે ઘરની કઈ દિશામાં કઈ વસ્તુ રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે. 

Makar Sankranti 2024: મકર સંક્રાંતિના દિવસે ઘરની પૂર્વ દિશામાં રાખો આ વસ્તુ, પૈસાની તંગી થશે દુર, ટુંક સમયમાં બનશો લખપતિ

Makar Sankranti 2024: 15 જાન્યુઆરી 2024 ના રોજ ભારતભરમાં મકર સંક્રાંતિનો પર્વ ઉજવાશે. મકર સંક્રાંતિને દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિનું ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ દિવસે ભગવાન સૂર્યની વિધિ પૂજા અર્ચના કરવાથી લાભ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે નદીમાં સ્નાન કરવાનું અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ આ દિવસ ખૂબ જ મહત્વનો છે. જો આ દિવસે ઘરની પૂર્વ દિશામાં કેટલીક વસ્તુ રાખવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. તો ચાલો આજે તમને જણાવીએ મકર સંક્રાંતિના દિવસે ઘરની કઈ દિશામાં કઈ વસ્તુ રાખવાથી લાભ પ્રાપ્ત થાય છે. 

સૂર્યદેવનું પ્રતીક

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની પૂર્વ દિશામાં મકર સંક્રાંતિના દિવસે પિતળથી બનેલી સૂર્યદેવની પ્રતિમા અથવા તો તેનું પ્રતીક સ્થાપિત કરવું જોઈએ. ધ્યાન રાખવું કે સૂર્યદેવના આ પ્રતીકમાં સાત ઘંટી લટકેલી હોય અને તેનો અવાજ પણ સંભળાતો હોય. આ વસ્તુને ઘરમાં લગાડી દેવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં વધે છે અને શુભ ફળની પ્રાપ્તિ થવા લાગે છે. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર લાલ દોરામાં બાંધેલું સૂર્યદેવનું આવું પ્રતિક ઘરમાં લગાડવાથી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે અને ધનની આવક વધે છે. સાથે જ વ્યક્તિને કારકિર્દીમાં પણ સફળતા પ્રાપ્ત થાય છે. 

મકર સંક્રાંતિના દિવસે સ્નાન અને દાનનું પણ મહત્વ છે. તેથી આ દિવસે સવારે સ્નાન કર્યા પછી કળશમાં પાણી ભરી તેમાં ગુલાબના પાંદડા ઉમેરી સૂર્ય દેવને પાણી ચઢાવવું અને ગાયત્રી મંત્ર અથવા તો સૂર્ય મંત્રનો જાપ કરવો.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news