Man Stuck Under Elephant Statue Viral Video : ભારત હિન્દુ રાષ્ટ્ર છે. અહીં 33 કરોડ દેવી દેવતાઓ છે, અને દરેક પૂજાય છે. ભારતીયોની ભક્તિના વખાણ દેશવિદેશમાં થાય છે. પરંતું ક્યારેક ભક્તો એવી માનતાઓ અને બાધાઓ માની લે છે કે, તેને પુરી કરતા આંખોમાંથી આસું સરી પડે છે. માનતા પૂરી થવા પર લોકો મંદિરના દર્શન કરવા જાય છે, તો કોઈ પગપાળા ચાલતુ જાય છે. પરંતુ હાલ આંધળી ભક્તિનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. આ વીડિયો મધ્ય પ્રદેશના અમરકંટકના એક મંદિરનો હોવાનું કહેવાય છે. પહેલા તમે આ વીડિયો જોઈ લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક વ્યક્તિ મંદિરના પરિસરમાં મૂકાયેલી હાથીની મૂર્તિની નીચે ફસાયેલ છે. યુવક મૂર્તિની અડધી એક બાજુ અને બીજ બાજુ અડધો દેખાય છે. પરંતુ તે એવી રીતે ફસાયો છે કે ન તો આગળી નીકળી શકે છે, ન તો પાછળથી. યુવક લાખ પ્રયાસો કરવા મથી રહ્યો છે પણ તે મૂર્તિમાં એવો ફસાયો છે કે નીકળી શક્તો નથી. 



આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ભરપૂર ધૂમ મચાવી રહ્યો છે. કારણ કે, મૂર્તિ નીચે ફસાયેલા યુવકની આંધળી ભક્તિની મજાક ઉડી રહી છે. 


વીડિયો નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકનો છે. જ્યાં મંદિર પરિસરમાં હાથી અને ઘોડાની મૂર્તિઓ મૂકાયેલી છે. લોકોનું કહેવુ છે કે, પોતાની માનતા પૂરી થવા પર આ ભક્તે હાથીની મૂર્તિથી નીચે પસાર થવાનું નક્કી કર્યુ હતું. પરંતું મૂર્તિની નીચે જગ્યા એટલી સાંકડી હતી કે, તે તેમાં ફસાઈ ગયો હતો. 


ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 પહેલા પણ આવો જ વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક મહિલા હાથીની મૂર્તિની નીચે ફસાઈ ગઈ હતી. બાદામં મહિલાનું નીકળવુ મુશ્કેલ બની ગયું હતુ. એ વીડિયો પણ તેજીથી વાયરલ થયો હતો.