મંગળના ગોચરથી બનશે ઘાતક `ષડાષ્ટક યોગ`, આ 4 રાશિવાળાના જીવનમાં મચશે ભારે ઉથલપાથલ
Shani Mangal Shadashtak Yog: વૈદિક જ્યોતિષમાં મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો મળેલો છે. આ કારણે તેમનું ગોચર પણ ખુબ મહત્વપૂર્ણ રહે છે. મંગળ ગ્રહ 30 જૂનના રોજ ગોચર કરવા જઈ રહ્યો છે. તેઓ આ દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેમના આ રાશિ પરિવર્તનથી ષડાષ્ટક યોગ બનશે
Shani Mangal Shadashtak Yog: વૈદિક જ્યોતિષમાં મંગળને ગ્રહોના સેનાપતિનો દરજ્જો મળેલો છે. આ કારણે તેમનું ગોચર પણ ખુબ મહત્વપૂર્ણ રહે છે. મંગળ ગ્રહ 30 જૂનના રોજ ગોચર કરવા જઈ રહ્યો છે. તેઓ આ દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેમના આ રાશિ પરિવર્તનથી ષડાષ્ટક યોગ બનશે. કારણ કે તેમના ગોચરથી શનિ સાથે તેમની યુતિ થશે. જ્યોતિષ શાસ્ત્રમાં ષડાષ્ટક યોગ ખુબ અશુભ માનવામાં આવ્યો છે. આવામાં કેટલીક રાશિવાળાને તેના કારણે ખુબ કષ્ટ ઝેલવા પડે છે. મંગળ ગોચરથી બનનારા આ ષડાષ્ટક યોગથી 4 રાશિઓ માટે આકરો સમય રહેશે. જાણો તે રાશિઓ વિશે
ધનુ રાશિ
ષડાષ્ટક યોગ ધનુ રાશિના જાતકો માટે સારો નહીં રહે. આ દરમિયાન તેમના જીવન પર પ્રતિકૂળ અસર રહેશે. સંગા સંબંધીઓથી તણાવ ઉદભવી શકે છે. આ દરમિાયન વેપારીઓએ સતર્ક રહેવું પડશે. નવા બિઝનેસ કે રોકાણનું વિચારતા હોવ તો થોડા સમય માટે ટાળવું જ યોગ્ય રહેશે. નહીં તો નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્ય અંગે મુશ્કેલી થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ કષ્ટવાળો રહેશે. જીવનમાં ઉથલ પાથલ રહેશે. વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ રહી શકે છે. પતિ પત્નીના સંબંધમાં ખટાશ પેદા થઈ શકે છે. નોકરી અને કારોબારમાં સંઘર્ષપૂર્ણ સ્થિતિ રહેશે. વિરોધીઓ સક્રિય રહેશે અને નુકસાન પહોંચવાની આશંકા રહેશે. બનતા કામ અટકવા લાગશે. આર્થિક સ્થિતિ ખરાબ રહેશે.
કર્ક રાશિ
ષડાષ્ટક યોગ કર્ક રાશિના જાતકો માટે મુશ્કેલીઓ ઊભી કરશે. આ લોકો માટે માનસિક પરેશાની અને આર્થિક કષ્ટ વધશે. અણમગતો પ્રવાસ ખેડવો પડી શકે છે. ઈજા અને દુર્ઘટનાની પણ આશંકા રહેશે. આ દરમિાયન કોઈને પૈસા આપતા બચો. નહીં તો ધન ફસાઈ શકે છે. આવક કરતા ખર્ચ વધશે.
સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે ષડાષ્ટક યોગ પ્રતિકૂળ અસર થશે. બચત અને કમાણી પર અસર પડશે. પૈતૃક સંપત્તિ અંગે તણાવ રહેશે. એટલે સુધી કે કહાસુની પણ થઈ શકે છે. શારીરિક કષ્ટ સાથે માનસિક તણાવ રહેશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)