Mangal Gochar 2024: મંગળ ગ્રહ પરાક્રમ, સાહસ, ઉર્જા અને શક્તિનો કારક ગ્રહ છે. મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ પણ માનવામાં આવે છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળ જ્યારે રાશિ અને નક્ષત્ર બદલે છે તો તેનો પ્રભાવ 12 રાશિના લોકો પર જોવા મળે છે. વૈદિક પંચાંગ અનુસાર 30 સપ્ટેમ્બર 2024 ના રોજ મંગળ પુર્ન વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યાર પછી ફરી એક વખત મંગળ રાશિ બદલશે. પંચાંગ અનુસાર 20 ઓક્ટોબર 2024 ના રોજ મંગળ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળની આ બેવડી ચાલ 12 માંથી 5 રાશિના લોકો માટે વરદાન સમાન સાબિત થશે. આ 5 રાશિના લોકોને મંગળના ડબલ ગોચરથી શુભ ફળ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સાડાસાતી કે ઢૈયાની સમસ્યાઓ આ ઘરના લોકોને નથી નડતી, આ વસ્તુઓ બચાવે છે શનિ દોષ


મેષ રાશિ 


મેષ રાશિના લોકોને મંગળની બેવડી ચાલથી સકારાત્મક પરિણામ મળવા લાગશે. મંગળની કૃપાથી આ રાશિના લોકોને માનસિક શાંતિનો અનુભવ થશે. નોકરી કરતા લોકોને કાર્યમાં સફળતા મળવા લાગશે. આવકના સ્ત્રોત વધશે. નવું ઘર પણ ખરીદી શકો છો. 


કર્ક રાશિ 


મંગળનું રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કર્ક રાશિના લોકો માટે વરદાન સમાન હશે. યુવાનો માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. બિઝનેસમાં સ્થિરતા આવશે. નફો વધશે છેલ્લા ઘણા સમયથી જે લોકોએ શેર માર્કેટમાં રોકાણ કર્યું છે તેને લાભ મળશે. 


આ પણ વાંચો: સપ્ટેમ્બરના છેલ્લા 15 દિવસમાં આ 3 રાશિઓ કરશે મોજ, ગ્રહોનું ડબલ ગોચર કરી દેશે માલામાલ


સિંહ રાશિ 


સિંહ રાશિના લોકોને પણ મંગળનું ગોચર શુભ ફળ આપશે. કરજમાંથી મુક્તિ મળશે. લવ પાર્ટનર સાથે રિલેશનશિપમાં સુધારો થશે. મતભેદ દૂર થશે. બુદ્ધિ અને તાર્કિક ક્ષમતા વધશે. યુવાનો માટે લાભદાયક સમય. 


કન્યા રાશિ 


મંગળનું ડબલ ગોચર કન્યા રાશિના લોકોને કારકિર્દીમાં સારી સફળતા અપાવશે. નોકરી કરતા લોકોને સફળતા મળશે. જીવનસાથી સાથેના સંબંધો સુધરશે. વેપારીઓને બિઝનેસ પાર્ટનર સાથે સારો તાલમેલ જળવાશે. ધન કમાવાની નવી તકો પ્રાપ્ત થશે. લેખન સાથે જોડાયેલા લોકોની આવક વધશે. 


આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં 3 રાજયોગનો અદ્ભુત સંયોગ, દિવાળી પહેલાં આ 6 રાશિઓના ઘરે ફટાકડા ફૂટશે


કુંભ રાશિ 


પરિણીત લોકોના જીવનમાં શાંતિ વધશે. નોકરી કરતા લોકોને આવક વધશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. બિઝનેસ પાર્ટનર સાથે સંબંધ મધુર બનશે. વેપારનો વિસ્તાર થવાની સંભાવના. વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધી શકે છે. નોકરી માટે પ્રયાસ કરતા લોકોને સારા પરિણામ મળશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)