Shani Upay: શનિ દોષ, સાડાસાતી કે ઢૈયાની સમસ્યાઓ આ ઘરના લોકોને નથી નડતી, શનિના ક્રોધથી બચાવે છે આ વસ્તુઓ

Shani Upay: શનિ દેવ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. જો શનિ નારાજ હોય તો જીવનમાં કષ્ટ વધે છે. આ સિવાય શનિ દોષ, સાડાસાતી, ઢૈયા હોય તો પણ જીવનમાં સમસ્યાઓ વધે છે. 
 

ઉપાય

1/6
image

શનિની કૃપા હોય તો વ્યક્તિને અપાર ધન, સફળતા અને સમૃદ્ધિ મળે છે પરંતુ જો શનિની વક્ર દ્રષ્ટિ કોઈ પર પડતી હોય તો સમસ્યાઓનો અંત આવતો નથી. આ સ્થિતિમાં કેટલાક ઉપાય તુરંત કરી લેવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવાયું છે જેને ઘરમાં રાખવાથી શનિ સંબંધિત સમસ્યા નડતી નથી.

હનુમાનજીની તસવીર

2/6
image

શનિ દેવ ક્યારેય એવા લોકોને કષ્ટ આપતા નથી જેઓ હનુમાનજીના ભક્ત હોય. તેથી ઘરમાં બજરંગ બલીની તસવીર કે મૂર્તિ રાખવી અને તેમની પૂજા કરવી. જો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો.

શિવજીની પૂજા

3/6
image

શનિ દેવ ખુદ શિવભક્ત છે. તેથી શનિ સંબંધિત કષ્ટથી બચવું હોય તો ભોળાનાથની શરણ લેવી. મહાદેવની પૂજા કરવાથી, શિવલિંગ પર જળ અર્પણ કરવાથી શનિ સંબંધિત કષ્ટ દુર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે. 

શનિ યંત્ર

4/6
image

શનિ યંત્ર ઘરમાં રાખી તેની પૂજા કરવાથી શનિ દેવ પ્રસન્ન થાય છે. નિયમિત રાત્રે શનિ ચાલીસાનો પાઠ કરવાથી સુખ, સમૃદ્ધિ વધે છે.

નિલમ

5/6
image

શનિ દોષ હોય અથવા શનિ નબળો હોય તો નિષ્ણાંતની સલાહ લીધા પછી નિલમ રત્ન ધારણ કરવો. 

6/6
image