Mangal Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનની ઘટનાને મહત્વની માનવામાં આવે છે. કારણ કે તેનાથી દરેક રાશિના લોકોના જીવન પર અસર થાય છે. એક ગ્રહ જ્યારે કોઈ બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કેટલાક યોગનું નિર્માણ પણ થતું હોય છે. દરેક ગ્રહનો રાશિ પરિવર્તન કરવાનો સમય પણ નિશ્ચિત હોય છે. સંસારમાં પરાક્રમનો કારક ગ્રહ મંગળ છે. આગામી 10 મેના રોજ મંગળ કર્ક રાશિમાં ગોચર કરશે. આ મંગળ માટે નીચ રાશિ છે. આ રાશિમાં એક જુલાઈ સુધી મંગળ ગોચર કરશે. આમ તો જ્યારે કોઈ ગ્રહ નીચ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખરાબ ફળ આપે છે પરંતુ આ વખતે નીચભંગ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેનાથી ત્રણ રાશિના લોકોનો ભાગ્યોદય થશે અને તેમને ધન લાભ પણ થશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ ત્રણ રાશિ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


કાલે Sankashti Chaturthi, મહેનત કર્યા પછી પણ ન મળતી હોય સફળતા તો કરી લો આ ઉપાય


Budhaditya Yog 2023: આ મહિનામાં સૂર્ય અને બુધ કરશે રાશિ પરિવર્તન, આ 5 રાશિને થશે લાભ


Shani dev: આ છે દેશના 10 ચમત્કારી શનિ મંદિર, દર્શન કરવા માત્રથી સમસ્યાઓ થવા લાગે છે


મિથુન રાશિ


મિથુન રાશિના લોકો માટે આ યોગ સારા પરિણામ આપનાર સાબિત થશે. મંગળ તમારી રાશિ ના બીજા ભાવમાં ગોચર કરશે જેનાથી અચાનક ધન લાભ થવાના યોગ સર્જાઈ રહ્યા છે. આ સમય દરમિયાન લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે. કાર્ય સ્થળ પર તમારું પ્રદર્શન સારું રહેશે. પ્રગતિના રસ્તા ખુલશે. ધન લાભ થવાના યોગ છે.


તુલા રાશિ


તુલા રાશિના લોકો માટે પણ આ રાજ્યોગ ભાગ્યશાળી સાબિત થશે. મંગળ આ રાશિના કર્મ ભાવમાં ગોચર કરશે જેના કારણે વેપારમાં ફાયદો થશે. નોકરી કરતા લોકોને ઇન્ક્રીમેન્ટ મળશે. બિઝનેસ કરતા લોકોને નવો ઓર્ડર મળશે જેના કારણે મોટો ધનલાભ થશે. આ સમય દરમિયાન પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.


કર્ક રાશિ


કર્ક રાશિના લોકો માટે પણ આ યોગના કારણે સારો સમય શરૂ થશે. આ સમય દરમિયાન તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે. તમારા કાર્યોમાં આવતી અડચણ દૂર થશે. આત્મવિશ્વાસ વધશે. જીવનસાથીનું પ્રમોશન થઈ શકે છે. ઓફિસમાં બઢતી થઈ શકે છે. જોકે આ સમયે શનિની પનોતી ચાલતી હોવાથી થોડી સાવધાની પણ રાખવી.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)