જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, શૌર્ય, પ્રોપર્ટી, ક્રોધ અને વીરતાના કારક ગ્રહ ગણવામાં આવે છે. આથી જ્યારે પણ મંગળ ગ્રહની ચાલમાં ફેરફાર થાય છે ત્યારે આ રાશિઓ પર વિશેષ પ્રભાવ પડે છે. અત્રે જણાવવાનું કે મંગળ ગ્રહ 12 કલાક બાદ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. જેનો પ્રભાવ તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેના પર મંગળ ગ્રહના વિશેષ આશીર્વાદ રહેશે. આ સાથે જ ધન-સંપત્તિમાં લાભ થઈ શકે છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ
તમારા માટે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિમાં જ ભ્રમણ કરવા જઈ રહ્યો છે. આથી આ સમય તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. આ સાથે જ આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. આ સાથે જ તમને માન સન્માન અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકે છે. આ સમય દરમિયાન તમે કોઈ પ્રોપર્ટી પણ ખરીદી શકો છો. પરિણીત લોકોના વૈવાહિક જીવનમાં જે તણાવ હશે તેનાથી પણ છૂટકારો મળી શકે છે. 


મેષ રાશિ
મંગળ ગ્રહનું ગોચર મેષ રાશિના જાતકો માટે શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે મંગળ દેવ તમારી ગોચર કુંડળીના કર્મભાવ પર વિચરણ કરવા જઈ રહ્યા છે. મંગળનું ગોચર તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે અને તમે અનુશાસનમાં રહેવાનું પસંદ કરશો. આ સમય તમારા માટે ઈચ્છાપૂર્તિનો રહેશે. નવા કાર્યની શરૂઆત માટે સમય અનુકૂળ છે. આ દરમિયાન નોકરીયાત લોકોની ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર થઈ શકે છે. તથા પદોન્નતિના યોગ બની રહ્યા છે. જો તમે વેપારી હોવ તો તમને ધનલાભ થઈ શકે છે. કોઈ મોટી વ્યવસાયિક ડીલ ફાઈનલ થઈ શકે છે. 


ધનુ રાશિ
તમારા માટે મંગળ દેવનું રાશિ પરિવર્તન લાભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર ગોચર કરવા જઈ રહ્યો છે. આથી આ સમયે તમને ફસાયેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. પ્રોફેશનલ લાઈફમાં કરાયેલા પ્રયત્નો તમને સાર્થક જોવા મળશે અને ગોચર કાળમાં તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ જોવા મળશે. આ સાથે જ મંગળ ગ્રહ તમારી રાશિથી પંચમ અને 12માં ભાવના સ્વામી છે. આથી આ સમય તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ આ સમય દરમિયાન ધનની બચત કરવામાં પણ સફળ રહેશો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube