બુધની રાશિમાં મંગળ કરશે પ્રવેશ, આ 3 રાશિના લોકોને થશે ભાગ્યોદય, ચારે તરફથી થશે ધનવર્ષા
Mangal Gochar 2023: જ્યારે શક્તિશાળી ગ્રહ રાશિ પરિવર્તન કરે ત્યારે ઘણી રાશિના જીવનમાં ઉથલપાથલ પણ સર્જાઈ જાય છે અને કેટલીક રાશિ ધન ધાન્ય થી સમૃદ્ધ થઈ જાય છે.
Mangal Gochar 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક નિશ્ચિત અંતરાલ પછી રાશિ પરિવર્તન કરે છે. આ રાશિ પરિવર્તન ની અસર દરેક રાશિના જીવન પર પડે છે. તેમાં પણ જ્યારે શક્તિશાળી ગ્રહ રાશિ પરિવર્તન કરે ત્યારે ઘણી રાશિના જીવનમાં ઉથલપાથલ પણ સર્જાઈ જાય છે અને કેટલીક રાશિ ધન ધાન્ય થી સમૃદ્ધ થઈ જાય છે. આવું જ રાશિ પરિવર્તન 13 માર્ચના રોજ થશે. 13 માર્ચ 2023 ના રોજ શરીર અને સાહસના દેવતા મંગળ બુધની રાશિ મિથુનમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનનો પ્રભાવ દરેક રાશિના જીવન પર પડશે પરંતુ ત્રણ રાશિ એવી છે જેના પર આ પ્રભાવ વધારે જોવા મળશે.
આ પણ વાંચો:
સૂર્યાસ્ત પછી કરવામાં આવેલા આ કામથી માતા લક્ષ્મી થાય છે નારાજ, સર્જાય છે પૈસાની તંગી
ક્યારેય ફેલ નથી થતા મીઠાના આ ટોટકા, ધનની ખામી, દાંપત્યજીવનની સમસ્યા થાય છે દુર
Somvati Amavasya ના દિવસે ગુપ્ત રીતે કરી લો આ કામ, ક્યારેય નહીં સતાવે રૂપિયાની તંગી
કન્યા રાશિ
મંગળનું રાશિ પરિવર્તન કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. મંગળના રાશિ પરિવર્તનથી નવી જોબ ની ઓફર આવી શકે છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે તેમને આ સમય દરમિયાન સફળતા મળી શકે છે. આ સમય અવધીમા પિતા પક્ષ તરફથી લાભ પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વેપારીઓને આ સમય દરમિયાન લાભ થશે.
તુલા રાશિ
મંગળનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે પણ શુભ સાબિત થવાનું છે. મંગળ ગ્રહ પોતાની રાશિના ભાગ્ય સ્થાનમાં વિચરણ કરશે. તેથી જે વિદ્યાર્થીઓ વિદેશમાં રહીને અભ્યાસ કરવા ઇચ્છે છે તેમની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ સાથે તાલમેલ સારો રહેશે. કોર્ટ કચેરી ની બાબતોમાં સફળતા મળશે.
વૃષભ રાશિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહનું ગોચર આ રાશિના જાતકો માટે પણ અનુકૂળ છે. આ ગોચર બીજા ભાવમાં થશે જેના કારણે વૃષભ રાશીના લોકોના આર્થિક મામલામાં પ્રગતિ થશે. વેપારમાં પ્રગતિ થશે. રોકાણથી લાભ પ્રાપ્ત થશે. વાણીથી લોકો પ્રભાવિત થશે. અટકેલું ધન પરત મળશે અને કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થશે.