સૂર્યાસ્ત પછી કરવામાં આવેલા આ કામથી માતા લક્ષ્મી થાય છે નારાજ, જીવનભર રહે છે પૈસાની તંગી

Astro tips: જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો જણાવે છે કે ઘરમાં આ કાર્યો થાય છે તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને તે વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે સુર્યાસ્ત પછી કયા કાર્યો ભૂલથી પણ કરવા નહીં.

સૂર્યાસ્ત પછી કરવામાં આવેલા આ કામથી માતા લક્ષ્મી થાય છે નારાજ, જીવનભર રહે છે પૈસાની તંગી

Astro tips: હિન્દુ ધર્મમાં સૂર્યાસ્ત પછી કેટલાક કાર્યો કરવાની મનાઈ કરવામાં આવી છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવાયું છે કે સૂર્યાસ્ત પછી કેટલાક કાર્ય કરવા જોઈએ નહીં. જો તમે સૂર્યાસ્ત પછી આ કામ કરો છો તો તમે દુર્ભાગ્યને આમંત્રણ આપો છો. સૂર્યાસ્ત પછી જ્યારે આ કામ કરવામાં આવે છે તો વ્યક્તિના જીવનમાં આર્થિક તંગી વર્ષો સુધી રહે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યું છે કે આમ થવાનું કારણ છે કે સૂર્યાસ્ત પછી આ કાર્ય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાંતો જણાવે છે કે ઘરમાં આ કાર્યો થાય છે તો માતા લક્ષ્મી નારાજ થાય છે અને તે વ્યક્તિને દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે સુર્યાસ્ત પછી કયા કાર્યો ભૂલથી પણ કરવા નહીં.

આ પણ વાંચો:

હળદરનું દાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી કેટલીક વસ્તુઓ અન્ય કોઈને આપવી જોઈએ નહીં. તેમાંથી એક હળદર છે. હળદર નો ઉપયોગ શુભ અને મંગલિક કાર્યોમાં કરવામાં આવે છે તેનો સંબંધ ગુરુ ગ્રહ સાથે પણ છે. તેવામાં જો તમે સુર્યાસ્ત પછી કોઈને હળદર આપો છો તો તેનાથી ઘરની આર્થિક પ્રગતિ અટકી જાય છે.

ઘરમાં ન કરવું ઝાડુ

શસ્ત્રો અનુસાર સાવરણીને માતા લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે સૂર્યાસ્ત પછી ઘરમાં સાવરણી લગાવવી જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ધનની આવક અટકી જાય છે.

સૂર્યાસ્ત પછી ન આપો ખાંડ, દૂધ અને દહીં

જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત થઈ જાય પછી કોઈપણ વ્યક્તિને ખાંડ, દૂધ કે દહીં જેવી વસ્તુઓ આપવી જોઈએ નહીં. આ બધી જ વસ્તુઓ માતા લક્ષ્મીની પ્રિય છે તેવામાં સુર્યાસ્ત પછી તમે તેને દાન તરીકે કોઈને આપો છો તો માતા લક્ષ્મી પણ ઘરમાંથી જતા રહે છે.

આ પણ વાંચો:

સૂર્યાસ્ત સમયે ન કરો સ્નાન

જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈપણ વ્યક્તિએ સૂર્યાસ્ત સમયે સ્નાન કરવાથી બચવું જોઈએ. જો તમે સૂર્યાસ્ત પછી સ્નાન કરો છો તો માતા લક્ષ્મીના રાજ થઈ જાય છે. આ સિવાય સ્નાન કર્યા પછી માથા પર તિલક કરવું પણ અશુભ માનવામાં આવે છે તેથી આવી ભૂલ કરવાથી બચવું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news