Mangal Gochar 2023: જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ગ્રહોના સેનાપતિ કહેવાય છે. મંગળ ઊર્જા, ભાઈ, ભૂમિ, શક્તિ, સાહસ, પરાક્રમ, શૌર્યનો કારક ગ્રહ છે. મંગળ ગ્રહ વૃશ્વિક અને મેષ રાશિનો સ્વામી ગ્રહ છે. આગામી 13 માર્ચે મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કેટલીક રાશિના જાતકો માટે સારો સમય શરૂ થઈ જશે. તો ચાલો જાણીએ કે મંગળના મિથુન રાશિમાં પ્રવેશથી કઈ કઈ રાશિઓને લાભ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ


અટકેલું ધન પરત મળશે. મહેનત કરવાથી લાભ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં અપેક્ષા કરતાં વધારે સફળતા મળશે. કલા પ્રત્યે રુચિ વધશે. વેપાર માટે સમય સારો રહેશે. સમાજમાં માન સન્માન વધશે. ઉપરી અધિકારી પ્રસન્ન રહેશે. આ સમય દરમિયાન શુભ સમાચાર પ્રાપ્ત થશે અને આર્થિક લાભ થશે.


આ પણ વાંચો:


હોલીકા દહન કરવાનું હોય તે દિવસે ન કરવા આ કામ, નહીં તો જીંદગી આખી કરવો પડશે અફસોસ


હોલિકા દહનની રાખના આ ટોટકા દૂર કરશે દુર્ભાગ્ય, માતા લક્ષ્મીનો ઘરમાં થશે વાસ


ઘરની આસપાસ હોય પીપળાનું ઝાડ તો કરો આ ઉપાય, સમસ્યાઓ થશે દુર અને થવા લાગશે લાભ


મિથુન રાશિ


મંગળનું રાશિ પરિવર્તન તમારા માટે વરદાન સમાન રહેશે. વેપારને લઈને આર્થિક સંકટ દૂર થશે. મિત્રોની મદદ મળશે. માનસિક ચિંતા દૂર થશે. દાંપત્યજીવન સુખમય રહેશે. દરેક કાર્યમાં સફળતા મળશે અને ધનલાભના પણ યોગ સર્જાશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે.


વૃશ્ચિક રાશિ


કાર્ય સ્થળ પર વાતાવરણ સારું રહેશે અને અટકેલું ધન પરત મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે અને જુના રોગનો નાશ થશે. આર્થિક તંગી દૂર થશે અને આવકમાં વધારો થશે. પરિવાર સાથે ફરવા જવાની તક મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે. 


ધન રાશિ


તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે. પરંતુ નિરાશાવાદી માનસિકતા પર કાબુ રાખવો. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારમાં નવી દિશામાં ધ્યાન કેન્દ્રિત કરો. મંગળનું રાશિ પરિવર્તન વેપારની દ્રષ્ટિએ સારું રહેશે. આ સમય દરમિયાન જૂના મિત્રો સાથે મુલાકાત થશે.