Mars Transit 2023: વૈદિક જ્યોતિષમાં મંગળને ગ્રહોનો સેનાપતિ કહેવામાં આવ્યો છે. જો કુંડળીમાં મંગળ શુભ હોય તો વ્યક્તિ અપાર સંપત્તિ અને જમીનનો માલિક બને છે. તે હિંમત અને બહાદુરીથી ભરપૂર હોય છે અને તેનું લગ્નજીવન ખુબ સુખી રહે છે. બીજી તરફ કુંડળીમાં અશક્ત મંગળ વ્યક્તિને ગુસ્સે અને અહંકારી બનાવે છે. તેના લગ્નમાં વિલંબ થાય છે. 2 દિવસ પછી 10 મેના રોજ મંગળ કર્ક રાશિમાં ગોચર કરી રહ્યો છે. મંગળ 1લી જુલાઈ સુધી કર્ક રાશિમાં રહેશે અને 4 રાશિના લોકો પર ખૂબ જ મેહરબાન રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળ ગોચરથી મળશે જમીન-જાયદાદ


મેષઃ મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મેષ રાશિના જાતકો માટે મંગળનું સંક્રમણ ખુબ શુભ રહેશે. આવકમાં વધારો થશે. પ્રોપર્ટી ખરીદવાની તકો બની શકે છે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. નવું વાહન ખરીદવા માટે પણ સારો સમય છે. કરિયરમાં સફળતા મળશે. 


આ પણ વાંચો:
King Charles Coronation Concertમા સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ
આ દિવસે થશે વર્ષનું બીજું સૂર્યગ્રહણ, જાણો ક્યા જોવા મળશે અને શું થશે અસર
મચ્છરોના ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ, એક પણ મચ્છર આસપાસ નહીં ભટકે


કન્યા: મંગળનું ગોચર કન્યા રાશિને બળવાન અને આત્મવિશ્વાસી બનાવશે. તમે ઝડપથી બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરશો. વેપારમાં પ્રગતિ થશે. નોકરીમાં પ્રમોશન, આવકમાં વધારો થવાની સંભાવના છે. મિલકતની ખરીદી અને વેચાણથી લાભ થશે.


કુંભ: મંગળ ગોચર કુંભ રાશિના લોકોની આવકમાં જબરદસ્ત વધારો કરશે. વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા તમારી પાસે આવશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, જો કે ખર્ચ પણ વધશે. તમારી કોઈ મોટી મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ શકે છે. અટકેલા કામ પૂરા થશે.


મીનઃ મંગળનું રાશિ પરિવર્તન મીન રાશિના લોકોનું જીવન પ્રેમથી ભરી દેશે. નોકરી-ધંધામાં પ્રગતિ થશે. તમારું સન્માન વધશે. તમારૂ માં સમ્માન વધશે પરંતુ ઘમંડ કે અતિશય આત્મવિશ્વાસથી બચો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો:
અજબ પ્રેમ કી ગજબ કહાની! યુવકને યુવતી સાથે ભાગવું ભારે પડ્યું! આખી જિંદગી યાદ રહેશે
રાશિફળ 08 મે: આ જાતકો પર રહેશે ભોલેનાથની અપાર કૃપા, અટકેલા કામ પાર પડશે

ખળભળાટ! ગુજરાતમાં 5 વર્ષની અંદર 40 હજારથી વધુ મહિલાઓ ગુમ,NCRBના આંકડામાં મોટો ખુલાસો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube