ગ્રહો અને નક્ષત્રોમાં ફેરફારની દરેક વ્યક્તિના જીવન પર અસર પડતી હોય છે. જ્યારે ગ્રહોનો શુભ પ્રભાવ હોય તો વ્યક્તિ પ્રગતિ કરે છે અને જો અશુભ પ્રભાવ પડે તો વ્યક્તિના માર્ગમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. જેના કારણે તે ધારી સફળતા મેળવી શકતો નથી. માર્ચ મહિનામાં ગ્રહોનો એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. 30 વર્ષ બાદ મંગળ અને શનિની યુતિ કુંભ રાશિમાં થવા જઈ રહી છે. મંગળ અને શનિની આ યુતિની કેટલીક રાશિઓ પર સારી અસર પડશે. ચાર રાશિઓ એવી છે જેમને ઢગલો સફળતા મળશે અને ધનસંપત્તિ વધશે. જાણો તે લકી રાશિઓ વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ
મેષ રાશિવાળાને ધનલાભ થશે છેલ્લા કેટલાક સમયથી જે લેવડદેવડની સમસ્યાઓ આવી રહી હતી તે દૂર થશે. મેષ રાશિના જાતકો પોતાના પરાક્રમ અને ઉત્સાહથી આવકમાં વધારો કરી શકશે. આવકમાં વધારાની સાથે આવકના નવા સ્ત્રોત પણ ખુલશે. પરિણામો તમારા પક્ષમાં જોતા તેમણે સમજદારીથી કામ લેવું પડશે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવો નહીં અને સંયમ જાળવી રાખવો તો જીવનમાં પણ પ્રગતિ કરીશ. કોઈ પણ વાત પર વિચાર કરતા પહેલા તેના ફાયદા નુકસાન વિશે જરૂર જાણી લેવું જોઈએ. 


વૃષભ રાશિ
મંગળ શનિની યુતિ વૃષભ રાશિવાળા માટે ખુબ સારા પરિણામ લાવશે. નોકરીમાં કેટલાક ઉતાર ચડાવની સ્થિતિ આવી શકે છે. પરંતુ જે લોકો નવી નોકરીની શોધમાં હોય તેમને નવી નોકરીના શુભ સમાચાર મળી શકે છે. વિદેશ મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તેનો રસ્તો નીકળશે. તેમને વિદેશ પ્રવાસ કરવા મળશે. વૃષભ રાશિવાળા જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેણે કાર્યક્ષેત્રે કેટલીક સાવધાની વર્તવી પડશે નહીં તો નુકસાન ઉઠાવવું પડી શકે. સહકર્મીઓ, અધિકારીઓ અને ખાસ કરીને બોસ સાથે તાલમેળ જાળવી રાખજો. વાણી પર નિયંત્રણ રાખજો. 


તુલા રાશિ
આ યુતિ તુલા રાશિવાળા માટે સારો સમય લઈને આવશે. તુલા રાશિવાળા જે લોકો પોતાના પરિવારને વધારવાનું પ્લાનિંગ કરતા હતા તેમને સંતાન સુખ મળી શકે છે. આ સાથે જ માતા પિતા બાળકોને જો વિદેશમાં ભણાવવા માટે પ્રયત્નશીલ હોય તો તેમને સફળતા મળશે. વિદેશમાં શિક્ષણના ઉદ્દેશ્યથી જનારા લોકોને ભાગ્યનો સાથ મળશે. અપરણિતો માટે લગ્નયોગ છે. મશીનરી એન્જિનિયરિંગના કામ સાથે જોડાયેલા લોકોને પણ લાભ મળશે.


ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે પણ મંગળ અને શનિની યુતિ સારા પરિણામ લાવનારી સાબિત થશે. ધનુ રાશિવાળા આત્મવિશ્વાસથી ભરેલા રહેશે અને તેઓ ખચકાટ વગર કામ પૂરા કરશે. જે લોકોને જમીન સંપત્તિ અંગે તણાવની સ્થિતિ ચાલી રહી હોય તેમને નિર્ણય પોતાના પક્ષમાં આવી શકે છે. ધૈર્ય રાખવો જો કે જરૂરી છે. આવેશમાં આવીને કોઈ કામ ન કરતા. સાવધાનીથી આગળ વધો. નવા નવા લોકો સાથે સંપર્ક બનશે. મિત્રોથી ફાયદો થઈ શકે છે. જે લોકો ખેલ અને રક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા હશે તેમને પરાક્રમથી સન્માન મળશે.  


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube