પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સાંસદ બન્યા બાદ વિવાદમાં! વડોદરા કોર્પોરેશનની જમીન પર કર્યો કબજો

કોર્પોરેશનના પ્લોટ પર ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે કબજો કરી લેતા ચારેબાજુ વિવાદ વકર્યો છે. કોર્પોરેશન એ યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. નામંજૂર કર્યા બાદ પણ યુસુફ પઠાણે પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધી દીધો હતો.

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સાંસદ બન્યા બાદ વિવાદમાં! વડોદરા કોર્પોરેશનની જમીન પર કર્યો કબજો

ઝી બ્યુરો/વડોદરા: પૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યુસુફ પઠાણ વિવાદમાં આવ્યા છે. સરકારે જમીન આપવાનો ઠરાવ નામંજૂર કર્યા છતાં યુસુફ પઠાણે તાંદલજામાં પોતાની ઘરની બાજુના પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધી દીધો. યુસુફ પઠાણે વર્ષ 2012માં જમીન વેચાણે લેવાની માગ કરી હતી. 

જો કે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુંમતે આ અંગેની દરખાસ્ત પણ મંજૂર કરાઈ હતી. યુસુફ પઠાણ પાસેથી પ્લોટ પાછો લેવા માટે પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને પત્ર લખી કરી માંગણી કરી હતી. જો કે હાલ યુસુફ પઠાણે કોર્પોરેશનનો પ્લોટ પોતાના ઘરમાં સમાવેશ કરી લીધો છે.

કોર્પોરેશનના પ્લોટ પર ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે કબજો કરી લેતા ચારેબાજુ વિવાદ વકર્યો છે. કોર્પોરેશન એ યુસુફને જમીન આપવા ઠરાવ કર્યો પણ રાજ્ય સરકારે નામંજૂર કર્યો હતો. નામંજૂર કર્યા બાદ પણ યુસુફ પઠાણે પ્લોટ પર દીવાલ અને તબેલો બાંધી દીધો હતો. તાંદલજામાં તેના ઘરના બાજુના પ્લોટ પર દબાણ કરી દીધા હોવાનો આક્ષેપ થયો હતો.

યુસુફ પઠાણે 2012માં જમીન વેચાણ લેવાની માગણી કરી હતી. પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચો.મી જમીન ફાળવવામાં આવી હતી. યુસુફ પઠાણ પાસેથી પ્લોટ પાછો લેવા માટે પૂર્વ કોર્પોરેટર વિજય પવારે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને પત્ર લખી માંગણી કરી હતી. જોકે, યુસુફ પઠાણે કોર્પોરેશનનો પ્લોટ પોતાના ઘરમાં સમાવેશ કરી લીધો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news