નવી દિલ્હીઃ Mangal-Shukra Yuti 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગોચરનું વિશેષ મહત્વ છે. શુક્ર ગોચર 30 મે સાંજે 7.39 કલાકે થશે. શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 7 જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. કર્ક રાશિમાં મંગળ ગ્રહ પહેલાથી હાજર છે. કર્ક રાશિમાં મંગળ અને શુક્ર ગ્રહની યુતિ બનશે. મંગળ-શુક્રની યુતિથી કેટલીક રાશિના જાતકો પર શુભ પ્રભાવ પડશે. જાણો મંગળ-શુક્રની યુતિ કઈ રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. મેષ રાશિઃ મેષ રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ લાભકારી સિદ્ધ થશે. આ દરમિયાન તમારૂ પારિવારિક જીવન સુખમય રહેશે. નોકરી કરનાર જાતકોની પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારાનો યોગ છે. પાર્ટનરનો સહયોગ મળશે. 


2. મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ શુભ સમાચાર લાવી શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારીઓને મહાલાભ થઈ શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આ સમય લાભકારી રહેશે. સમાજમાં માન-સન્માન વધશે. 


આ પણ વાંચોઃ Rashi Parivartan 2023 June: જૂનમાં 5 મોટા ગ્રહોની ચાલમાં હલચલ, આ 3 રાશિના જાતકોને થશે જબરદસ્ત આર્થિક લાભ


3. કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકો માટે બે ગ્રહોની યુતિ શુભ સાબિત થશે. આ દરમિયાન પરિસાર સાથે સારો સમય પસાર થશે. કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે. ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. કાર્યશૈલીમાં સુધાર થશે. 


4. કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ શુભ રહેવાની છે. આર્થિક પ્રગતિનો યોગ બની રહ્યો છે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. વેપારીઓ માટે આ સમય લાભકારી રહેવાનો છે. 


5. મકર રાશિઃ મકર રાશિના જાતકો માટે શુક્ર-મંગળની યુતિ સુખદ પરિણામ લઈને આવશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો. વેપારીઓના કારોબારમાં તેજી આવશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે નિષ્ણાંતની સલાહ જરૂર લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube