Mangal-Shukra Yuti: એક વર્ષ બાદ હવે મિથુનમાં મંગળ અને શુક્રની યુતિ થઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આવી કોઈ પણ યુતિની સીધી અસર માનવ જીવન પર પડે છે. મંગળ અને શુક્રની મિથુનમાં યુતિ અનેક રીતે ફાયદો કરાવવાની છે. જેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર પડશે. ખાસ કરીને 3 રાશિ એવી છે જેમના માટે ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


મંગળ અને બુધ મે મહિનામાં કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિઓને થશે જોરદાર ફાયદા


1 જુલાઈ સુધી રહેશે મંગળ-શનિનો ષડાષ્ટક યોગ, 3 રાશિના લોકો પર સૌથી વધુ સંકટ


Budh Uday 2023: આ રાશિના લોકોનો ખરાબ સમય થશે પુરો, નોકરી સંબંધિત સમસ્યાઓ થશે દુર


તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે મંગળ અને શુક્રની યુતિ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના નવમાં ભાવમાં બની રહી છે.એટલે જ તમને તમારી કિસ્મતનો સાથ મળી શકે છે. આ સમયે વિદેશ યાત્રાનો યોગ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય લાભકારી સાબિત થઈ શકે છે. પિતા સાથેના સંબંધો મધુર થશે. કાર્યક્ષેત્રમાં શાનદાર પ્રગતિ થશે.


કન્યા રાશિ
મંગળ અને શુક્રની યુતિ કન્યા રાશિના જાતકો માટે લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિમાં કર્મના ભાવમાં બની રહી છે. એટલે તમને કામ-કારોબરમાં સારી એવી સફળતાનો યોગ છે. સાથે જ આર્થિક સ્થિતિ સારી હોવાથી કોઈ સમસ્યા નહીં આવે. નોકરી કરનાર લોકોનું પ્રમોશ અને ઈન્ક્રીમેન્ટ આવી શકે છે. વેપારીઓને ધનલાભ થઈ શકે છે. વાહન અને મિલકત ખરીદવાનો આસારો સમયે છે.


સિંહ રાશિ
મંગળ અને શુક્રનિ યુતિથી સિંહ રાશિના જાતકોને વધારે અનુકૂળ સાબિત થઈ શકે છે. ઈનકમના ભાવમાં યુતિ બનતી હોવાથી તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. સાથે જ આ સમયે આવકના નવા સ્ત્રોતો બની શકે છે. નોકરી અને વેપારમાં તમારા હાથમાં સારી તક આવશે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)