Budh Uday 2023: આ રાશિના લોકોનો ખરાબ સમય થશે પુરો, નોકરી સંબંધિત સમસ્યાઓ થશે દુર

Budh Uday 2023: બુધ ગ્રહનો 14 મે ના રોજ ઉદય થશે. હાલ બુધ ગ્રહ મેષ રાશિમાં અસ્ત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનું અસ્ત થવું શુભ નથી હોતું. આ ગ્રહ ઉદિત અવસ્થામાં શુભ પરિણામ આપે છે. હવે બુધ મેષ રાશિમાં 14 તારીખે ઉદય થશે જેની સાથે જ કેટલીક રાશિના લોકોના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે.

Budh Uday 2023: આ રાશિના લોકોનો ખરાબ સમય થશે પુરો, નોકરી સંબંધિત સમસ્યાઓ થશે દુર

Budh Uday 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ ગ્રહનો ઉદય થાય છે અને અસ્ત થાય છે તો તેનો પ્રભાવ દરેક રાશિના લોકોના જીવન પર જોવા મળે છે. મે મહિનો શરૂ થઈ ગયો છે અને આ મહિના દરમિયાન ઘણા પ્રભાવશાળી ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં જશે અને અસ્ત થયેલા ગ્રહોનો ઉદય થશે. તેવી જ રીતે બુધ ગ્રહનો 14 મે ના રોજ ઉદય થશે. હાલ બુધ ગ્રહ મેષ રાશિમાં અસ્ત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનું અસ્ત થવું શુભ નથી હોતું. આ ગ્રહ ઉદિત અવસ્થામાં શુભ પરિણામ આપે છે. હવે બુધ મેષ રાશિમાં 14 તારીખે ઉદય થશે જેની સાથે જ કેટલીક રાશિના લોકોના ભાગ્યના બંધ દરવાજા ખુલી જશે. આ રાશિના લોકોને આવક વધશે અને માનસન્માન પણ વધશે.

આ પણ વાંચો:

મેષ રાશિ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે બુધ ગ્રહનું ઉદય થવું ફળદાયી રહેશે. આ રાશિના લોકોનો આત્મવિશ્વાસ વધશે અને વ્યક્તિત્વમાં નિખાર આવશે. બિઝનેસ કરતા લોકોને ફાયદો થશે અને નવા સંપર્કો બનશે. 

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને પણ બુધ ગ્રહનું ઉદય થવું અનુકૂળ ફળ આપશે. આ સમય દરમિયાન કારકિર્દીમાં પ્રગતિની સંભાવના છે. બિઝનેસ કરતા લોકોને પણ લાભ થશે. આ સમય દરમિયાન ધન લાભના યોગ સર્જાઈ રહ્યા છે. વિદેશ યાત્રા પણ થઈ શકે છે.

સિંહ રાશિ 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનું ઉદય થવું સિંહ રાશિના લોકોને ભાગ્યશાળી બનાવશે. અચાનક ધન પ્રાપ્ત થશે અને આ સમય દરમિયાન માંગલિક કાર્ય પણ થઈ શકે છે. આ સમય દરમિયાન સમાજમાં માન સન્માન વધશે. આ સમય દરેક રીતે અનુકૂળ સાબિત થશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news