Mangal Uday: વર્ષ 2024 માં ઘણા ગ્રહ રાશિ અને પોતાની ચાલ બદલશે. આવા ગ્રહમાંથી એક મંગળ પણ છે. મંગળ 21 સપ્ટેમ્બર થી અસ્ત છે. પરંતુ 14 જાન્યુઆરી 2024 ના રોજ ધન રાશિમાં મંગળનો ઉદય થશે. મંગળ ઉદય થશે તેના કારણે દરેક રાશિને તેની સારી અને ખરાબ અસર થશે. પરંતુ રાશિ ચક્રની પાંચ રાશિને મંગળના ઉદય થવાથી સંપૂર્ણ શુભ ફળ મળશે આ રાશિના લોકોની સંપત્તિમાં વધારો થશે. મંગળનો ઉદય થવાથી આ રાશિના લોકોને કારકિર્દીમાં પણ સારી તકો મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળ ગ્રહ 14 જાન્યુઆરીએ ધન રાશિમાં ઉદય થશે. મંગળ ગ્રહને પરાક્રમ, સાહસ અને આત્મબળનો કારક માનવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં મંગળનો ઉદય થશે તેના કારણે લોકોનો આત્મવિશ્વાસ, પરાક્રમ અને સાહસ પણ વધશે. મંગળના ઉદય થવાથી લોકોના અંગત જીવન પર પણ પ્રભાવ પડશે. મંગળ ગ્રહનો ઉદય થવું આ 5 રાશિઓ માટે વરદાન સમાન સાબિત થશે.


આ પણ વાંચો: સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ સાથે જીવન જીવવા માટે આ સરળ વાસ્તુ નિયમોનું કરો પાલન


મેષ રાશિ


મેષ રાશિના જાતકો માટે મંગળનું ઉદય થવું અનુકૂળ સાબિત થશે. આ રાશિના નવમા ભાવમાં મંગળનો ઉદય થશે. આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન દરેક યોજના સફળ થશે. કારકિર્દી સંબંધિત સારી ઓફર મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલી ધંધાકીય યોજનાઓ ફરી શરૂ થશે. જમીનની ખરીદી અને વેચાણમાં પણ તમને ફાયદો થશે.


આ પણ વાંચો: ઘરમાં હોય લડ્ડુ ગોપાલ તો તેની પૂજા કરતી વખતે ન કરો આ ભુલ, આ વાતનું ખાસ રાખવું ધ્યાન


સિંહ રાશિ 


સિંહ રાશિના લોકો માટે મંગળનો ઉદય શુભ છે. આ રાશિના પાંચમા ભાવમાં મંગળનો ઉદય થશે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. બાળકને નોકરી મળી શકે છે અથવા તેના લગ્ન થઈ શકે છે. વિવાહિત લોકો ફરીથી સંતાનસુખ મેળવી શકે છે. આ રાશિના લોકો કાર અને પ્રોપર્ટી ખરીદી શકે છે. કામકાજ અને ધંધાના સંબંધમાં યાત્રા થઈ શકે છે.


તુલા રાશિ


તુલા રાશિના જાતકો માટે મંગળનો ઉદય લાભદાયી સાબિત થશે. આ રાશિના ત્રીજા ભાવમાં મંગળ ઉદય થશે. તેથી તુલા રાશિના લોકોનું સાહસ અને પરાક્રમ વધશે. આ રાશિના વ્યક્તિનો પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમભર્યો સંબંધ રહેશે. સારા સમાચાર મળી શકે છે. તમને ભાઈ-બહેનોનો સહયોગ મળશે. વિદેશી વેપાર અથવા નોકરી સાથે જોડાયેલા લોકોને આ સમયે સારો આર્થિક લાભ મળી શકે છે. બેંક બેલેન્સ વધશે.  


આ પણ વાંચો: મની પ્લાન્ટ સાથે આ છોડ રાખશો તો થઈ જશો પાયમાલ, મની પ્લાન્ટ રાખવાનો જાણી લો નિયમ


વૃશ્ચિક રાશિ


આ રાશિનો સ્વામી મંગળ છે. આ ગ્રહ કુંડળીના સંપત્તિ ગૃહમાં ઉદય થશે. તેથી તમને 2024 ની શરૂઆતમાં અચાનક નાણાકીય લાભ મળી શકે છે. અટકેલા પૈસા પાછા મેળવી શકો છો. જીવનસાથી સાથેના સંબંધો પહેલા કરતા વધુ સારા રહેશે. જીવનસાથીની સંપત્તિમાં વધારો થશે. મંગળના પ્રભાવથી આ રાશિના જાતકોની હિંમત અને બહાદુરીમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.


ધન રાશિ


આ રાશિમાં મંગળનો ઉદય થશે. તેના પ્રભાવથી 2024માં ધન રાશિના લોકોની હિંમત અને બહાદુરીમાં વધારો થશે. આત્મવિશ્વાસ પણ વધશે. આ રાશિના વિવાહિત લોકોને તેમના જીવનસાથી તરફથી સહયોગ મળશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. પરિવારના સભ્યો સાથે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. નોકરી શોધતા લોકો માટે આ ગોચર શુભ છે.  


આ પણ વાંચો: બુધ અને શુક્રની યુતિથી સર્જાશે લક્ષ્મીનારાયણ યોગ, 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો


(Disclaimer: અહીં આપેલી માહિતીસામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)