Mangal Vakri 2024: દરેક ગ્રહ જે રીતે સમયાંતરે રાશિ બદલે છે તે રીતે ગ્રહો પોતાની ચાલ પણ બદલે છે. એટલે કે ગ્રહ વક્રી અને માર્ગી થઈ ચાલ બદલે છે. જ્યારે ગ્રહ માર્ગી અને વક્રી થાય છે તો તેની અસર પણ દરેક રાશિ પર પડે છે. ગ્રહની બદલાયેલી ચાલનું પણ જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વ દર્શાવવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Surya Ketu Yuti: 16 સપ્ટેમ્બરથી ચમકશે 6 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-કેતુની યુતિ કરાવશે લાભ


પંચાંગ અનુસાર 7 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 5 કલાક અને 01 મિનિટે મંગળ વક્રી થશે. જે 24 ફેબ્રુઆરી 2025 સુધી વક્રી અવસ્થામાં રહેશે. મંગળના વક્રી થવાથી 12 રાશિના લોકોના કરિયર, બેંક બેલેન્સ પર અસર થશે. 12 રાશિમાંથી 3 રાશિઓ એવી છે જેમને મંગળ વક્રી થઈ શુભ ફળ આપશે. તો ચાલો જાણીએ કઈ કઈ છે આ લકી રાશિઓ


આ પણ વાંચો: આ 3 રાશિઓ એક ઝાટકે બનશે અમીર, બુધ મંગળની લાભ દ્રષ્ટિ ખેંચી લાવશે ધન


વૃષભ રાશિ 


મંગળની વક્રી ચાલ વૃષભ રાશિના લોકો માટે લાભકારી રહેશે. લાંબા સમય પછી વેપારીઓને ધનની પ્રાપ્તિ થશે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય શુભ. ઓફિસમાં માન સન્માન વધશે. સ્વાસ્થ્યમાં સુધારો થવાના યોગ બની રહ્યા છે. 


આ પણ વાંચો: Weekly Horoscope: મિથુન સહિત 5 રાશિને આ સપ્તાહ થઈ શકે છે ધનલાભ, સાપ્તાહિક રાશિફળ


તુલા રાશિ 


મંગળની વક્રી ચાલ તુલા રાશિના લોકોના જીવનમાં સકારાત્મક ફેરફાર કરશે નોકરી કરતા લોકોનું પદ વધી શકે છે. અટકેલા કામ પુરા થશે. અટકેલું ધન પણ પરત મળશે. જે લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે તેમના વ્યવસાયનો વિસ્તાર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. 


આ પણ વાંચો: સોનાની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય, મંગળની બદલાયેલી ચાલ બનાવશે ધનવાન


મીન રાશિ 


મીન રાશિ પર પણ મંગળ મહેરબાન રહેશે. અધુરી ઈચ્છા પૂરી થવા લાગશે. યુવા વર્ગને કારકિર્દીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. પરિવાર સાથે સંબંધ મજબૂત થશે. ઘરના વાતાવરણમાં સુધારો થશે. જે લોકો અભ્યાસ કરી રહ્યા છે તેમને સફળતા મળશે. આકસ્મિક ધન પ્રાપ્ત થશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)