Chaitra Sankashti Chaturthi : શનિદેવની કૃપા જેના ઉપર થઈ જાય છે તેને જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો પણ જણાવ્યા. શનિવારે આ ઉપાય કરવાથી શનિદેવનો ક્રોધ શાંત થાય છે. જોકે આ શનિવાર એટલે કે 11 માર્ચના દિવસ ખૂબ જ શુભ સંયોગ સર્જાશે. 11 માર્ચ 2023 ના રોજ શનિવાર છે અને સાથે જ સંકટ ચતુર્થી પણ છે. એટલે કે આ શનિવારે તમે શનિદેવ અને ગણેશજીની કૃપા એક સાથે પ્રાપ્ત કરી શકો છો. શનિવારના દિવસે બાલ ચંદ્ર સંકટ ચતુર્થી પણ છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ચૈત્રી નવરાત્રી દરમિયાન કરો દુર્ગા સપ્તશતી પાઠ, મનની દરેક ઈચ્છા થશે પુરી


ચૈત્ર મહિનામાં કરો આ કામ, બનશો ધનવાન અને દરેક કાર્યમાં થશો સફળ


સારા કામ માટે જતા હોય અને મળે આ સંકેત તો ચેતી જાઓ, સંકટ તરફ કરે છે ઈશારો


ગણેશ ભગવાનની પૂજાની સાથે શનિદેવની પૂજા અર્ચના કરવાથી આ દિવસે તમને શુભ ફળ પ્રાપ્ત થશે. શનિદેવની પૂજા કરવા માટે શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રજ્વલિત કરવો અને કાળા તલ શનિદેવને અર્પિત કરવા. 


ચતુર્થીની તિથિ ભગવાન ગણેશનું સમર્પિત હોય છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. દર મહિનામાં બે ચતુર્થીની તિથિ આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. કૃષ્ણ પક્ષમાં જે ચતુર્થી આવે તેને સંકટ ચતુર્થી કહેવાય છે. દરેક માસમાં આવતી ચતુર્થીનું પોતાનું અલગ મહત્વ હોય છે. ચૈત્ર મહિનામાં આવતી સંકટ ચતુર્થીને બાલચંદ્ર સંકટ ચતુર્થી કહેવાય છે. 


સંકટ ચતુર્થી પ્રારંભ - 10 માર્ચ રાત્રે 9:42 કલાકથી


સંકટ ચતુર્થી સમાપ્તિ - 11 માર્ચ રાત્રે 10:05 કલાકે


ચંદ્રોદયનો સમય રાત્રે 10:03 મિનિટ