Shani Margi 2023: દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે એક રાશિથી બીજી રાશિમાં ગોચર કરે છે. સમયાંતરે ગ્રહ માર્ગીમાંથી વક્રી અને વક્રીમાંથી માર્ગી પણ થાય છે. આ ક્રમમાં  4થી નવેમ્બર 2023 થી શનિ કુંભ રાશિમાં માર્ગી થયો છે. શનિવારે સવારે 8.26 કલાકે કુંભ રાશિમાં શનિ માર્ગી થયો છે. જો કે શનિનું માર્ગી થવું દરેક રાશિના લોકોના જીવન પર અસર કરશે. પરંતુ આ સમય દરમિયાન 3 રાશિના લોકોને ખાસ ફાયદો થવાનો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ધનતેરસ પર બનશે અત્યંત શુભ યોગ, આ સમયે શુભ ખરીદી કરવાથી સોના-ચાંદીથી છલકાશે તિજોરી


શનિને કર્મનું ફળ આપનાર અને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ શનિની દશા દરમિયાન મળે છે. જે સારા કર્મ કરે છે તેને સારું ફળ મળે છે અને જે ખરાબ કર્મ કરે છે તેને અશુભ ફળ મળે છે. તો ચાલો તમને જણાવીએ કુંભ રાશિમાં શનિના માર્ગી થવાથી કઈ કઈ રાશિ માટે શુભ સમય શરુ થયો છે.


આ પણ વાંચો: 4 નવેમ્બરથી આ લોકોનો ખરાબ સમય થશે શરુ, શનિની બદલાયેલી ચાલથી આ રાશિઓ થશે બેહાલ


તુલા રાશિ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિના જાતકોને શનિ માર્ગી થવાના કારણે વિશેષ લાભ મળવાના છે. આ સમય દરમિયાન આ લોકોની આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે. કાર્યમાં સફળ થશો. આવકના નવા સ્ત્રોતોથી આવકમાં વધારો થશે. કરજમાંથી રાહત મળશે. આ સમયે તમે જે પણ કામમાં હાથ લગાવશો તેમાં તમને સફળતા મળશે. તમને તમારી કારકિર્દીમાં એક સુવર્ણ તક મળશે. તમને કોઈ મોટું પદ, પ્રતિષ્ઠા અને પૈસા મળશે.  


આ પણ વાંચો: કુંભ રાશિમાં શનિ થશે માર્ગી, 12 રાશિઓને થશે અસર,શનિના ક્રોધથી બચવું મુશ્કેલ
 
ધન રાશિ
 
શનિના માર્ગી થવાના કારણે ધન રાશિના લોકોની બધી સમસ્યાઓનો અંત આવશે. આર્થિક, પારિવારિક અને માનસિક સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. તમને સારી નોકરીની ઓફર પણ મળી શકે છે. તમને વિદેશ જવાની તક મળશે. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે. વેપાર માટે આ સારો સમય છે. વેપારમાં નફો થશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત થશે.


આ પણ વાંચો: આ 5 રાશિઓની અધુરી ઈચ્છાઓ હવે થવા લાગશે પુરી, આ મહિનામાં ઝડપથી વધશે બેંક બેલેન્સ


મકર રાશિ


મકર રાશિના લોકો માટે આ સમય શુભ અને ફળદાયી રહેવાનો છે. ભાગ્ય દરેક પગલા પર તમારો સાથ આપશે. તમને અચાનક પૈસા મળશે. જો તમે નોકરી શોધી રહ્યા છો તો તમારી શોધ જલ્દી પૂર્ણ થઈ શકે છે. આ સમયે તમે પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મેળવી શકો છો. વ્યવસાયિક બાબતોમાં શનિ તમને મદદ કરશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. તમને આર્થિક લાભ મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)