Shani Margi: આજથી શનિ મહારાજ આપશે અપાર આનંદ, દિવસ-રાત રુપિયામાં રમશે આ રાશિના લોકો
Shani Margi 2023: માર્ગી થઈને શનિ બાર રાશિના લોકોની આર્થિક સ્થિતિ, કારકિર્દી, સ્વાસ્થ્ય, પારિવારિક તેમજ સામાજિક જીવન ઉપર શુભ અને અશુભ અસર કરશે. તો ચાલો તમને પણ જણાવીએ કે માર્ગી શનિ કઈ રાશિના લોકોને આ સમય દરમિયાન લાભ કરાવશે.
Shani Margi 2023: લોકોને કર્મ અનુસાર ફળ આપનાર શનિ મહારાજ 4 નવેમ્બર 2023 થી માર્ગી થયા છે. 29 જૂન 2023 સુધી શનિ ગ્રહ કુંભ રાશિમાં માર્ગી અવસ્થામાં રહેશે. સ્વરાશિ કુંભમાં શનિ માર્ગી થવાથી દરેક રાશિના લોકો પર તેની અસર થશે. માર્ગી થઈને શનિ બાર રાશિના લોકોની આર્થિક સ્થિતિ, કારકિર્દી, સ્વાસ્થ્ય, પારિવારિક તેમજ સામાજિક જીવન ઉપર શુભ અને અશુભ અસર કરશે. તો ચાલો તમને પણ જણાવીએ કે માર્ગી શનિ કઈ રાશિના લોકોને આ સમય દરમિયાન લાભ કરાવશે.
આ પણ વાંચો: 5 નવેમ્બરે રવિ પુષ્ય યોગ અને આશ્લેષા નક્ષત્રનો સંયોગ, 5 રાશિઓની સંપત્તિમાં થશે વધારો
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોને માર્ગી શનિનો શુભ પ્રભાવ જોવા મળશે. આ સમય આ રાશિના લોકો માટે વરદાન સમાન હશે. તેમના અટકેલા કામ પુરા થશે. શત્રુ પણ પરાસ્ત થશે. કોર્ટ કચેરીની બાબતોમાં જીત થશે. આ સમય દરમિયાન યાત્રા પર જઈ શકો છો.
તુલા રાશિ
તુલા રાશિના લોકોને પણ માર્ગી શનિ મનોવાંછિત ફળ આપશે. આ સમય દરમિયાન પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. કારકિર્દીમાં પણ પ્રગતિ થશે. ધનલાભના યોગ છે. આ સમય દરમિયાન પ્રેમ વિવાહ પણ નક્કી થઈ શકે છે.
આ પણ વાંચો: આજથી ખુલી ગયા આ 3 રાશિઓના ભાગ્યના બંધ દરવાજા, માર્ગી શનિ આપશે રાજા જેવી સુખ-સાહેબી
વૃશ્ચિક રાશિ
લાંબા સમયથી અટકેલા જમીનના કામ પણ પૂરા થશે. આ સમય દરમિયાન પૈતૃક સંપત્તિથી લાભ થશે. નોકરી અને વેપારમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. ઘર તેમજ ગાડી ખરીદી શકાય છે. પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી.
ધન રાશિ
માર્ગી શનિ આ રાશિના લોકોને અઢળક સફળતા અને ધન લાભ કરાવશે. આ સમય દરમિયાન વિરોધીઓ પણ મદદ કરવા માટે આગળ આવશે. ધર્મ આધ્યાત્મમાં રુચિ વધશે. તીર્થયાત્રા પર જઈ શકો છો આ સમય દરમિયાન દરેક કાર્યમાં સફળતા મળશે.
આ પણ વાંચો: ધનતેરસ પર બનશે અત્યંત શુભ યોગ, આ સમયે શુભ ખરીદી કરવાથી સોના-ચાંદીથી છલકાશે તિજોરી
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોને માર્ગી શનિ લાભ કરાવશે. જૂની સમસ્યાઓ દૂર થશે. આ સમય દરમિયાન અટકેલા કામમાં સફળતા મળવા લાગશે. જે પણ કામમાં ઈમાનદારીથી મહેનત કરશો તેમાં ચોક્કસથી સફળતા મળશે. સમાજમાં પદ અને પ્રતિષ્ઠા વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)