Mangal Gochar 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ નિશ્ચિત સમય અવધીમાં રાશિ પરિવર્તન કરે છે. દરેક ગ્રહનો રાશિમાં ગોચર કરવાનો સમય પણ અલગ અલગ હોય છે. જેમ કે મંગળ ગ્રહ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે અને ત્યાર પછી રાશિ પરિવર્તન કરે છે. 1 જુલાઈએ મંગળનો સિંહ રાશિમાં પ્રવેશ થયો છે અને 18 ઓગસ્ટ સુધી મંગળ આ રાશિમાં બિરાજમાન રહેશે. 18 ઓગસ્ટે મંગળ સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. મંગળ જ્યારે પણ ગોચર કરે છે તો તેનો પ્રભાવ દેશ દુનિયા પર પણ જોવા મળે છે. તેવામાં ઓગસ્ટમાં મંગળનું જે ગોચર થવાનું છે તેની સકારાત્મક અસર ત્રણ રાશિના લોકોના જીવન પર સૌથી વધુ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો:


ગુરુ ગ્રહનો ભરણી નક્ષત્રમાં પ્રવેશ, નવેમ્બર સુધી આ 5 રાશિઓ માટે સમય અતિશુભ


17 જુલાઈએ બુધ-સૂર્યની યુતિથી સર્જાશે 2 શુભ રાજયોગ, આ રાશિના લોકોનું ચમકી જશે ભાગ્ય


હાથની આ આંગળીમાં સોનુ ધારણ કરવાથી થાય છે ધન હાનિ, મહેનત કરશો તો પણ તિજોરી રહેશે ખાલી


સિંહ રાશિ  


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો માટે મંગળનો કન્યા રાશિમાં પ્રવેશ શુભ સાબિત થશે. મંગળ આ રાશિના ધન ભાવમાં ગોચર કરશે. તેનાથી આ રાશિના લોકોની આર્થિક મજબૂત થશે. આ સાથે જ આકસ્મિક ધન પ્રાપ્ત થશે. અટકેલા કાર્યોમાં સફળતા મળશે. કાર્યસ્થળ પર પ્રભાવ વધશે. વાણી પર પણ સકારાત્મક અસર જોવા મળશે. મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ વગેરે સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય અદ્ભુત છે.


મકર રાશિ


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળનું રાશિ પરિવર્તન મકર રાશિ માટે ફાયદાકારક રહેશે. મંગળ આ રાશિના નવમા ભાવમાં ગોચર કરશે. તેના કારણે વાહન અને મિલકત વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો. આ સમયે આવકમાં વધારો થશે. પૈસા કમાવવાના ઘણા નવા સ્ત્રોત સામે આવશે. ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. આ દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. ધર્મ કર્મમાં રૂચિ વધશે.


આ પણ વાંચો:


શ્રાવણ મહિનાના કોઈપણ એક દિવસ કરી લો ધતુરાનો આ મહાઉપાય, ભોળાનાથ ભરી દેશે ખાલી ઝોળી


શક્તિશાળી છે આ શિવ મંત્ર, શ્રાવણ મહિનામાં નિયમિત જાપ કરવાથી મનની ઈચ્છા થાય છે પુરી


7 જુલાઈથી આ 3 રાશિઓ માટે શુક્ર બનશે દુ:ખનું કારણ, ઘર-પરિવારમાં મચી જશે હાહાકાર
 
વૃશ્ચિક રાશિ


તમને જણાવી દઈએ કે મંગળનું ગોચર આ રાશિના જાતકોને અનુકૂળ પરિણામ આપશે. આ ગોચર આવકના ભાવમાં થવાનું છે. આ સ્થિતિમાં તમારી આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકોને કોર્ટ કેસના મામલામાં સફળતા મળી શકે છે. જૂના રોકાણોથી લાભ થશે અને મિલકતની ખરીદી કે વેચાણથી લાભ થવાની સંભાવના છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)