Mangal Nakshatra Parivartan: મંગળ ગોચરથી 3 રાશિઓની લાગશે લોટરી, ગુરુના નક્ષત્રમાં ગ્રહોના સેનાપતિ કરશે પ્રવેશ
Mangal Nakshatra Parivartan: ગ્રહોના સેનાપતિ 12 જાન્યુઆરી 2025 ના રોજ ગુરુના નક્ષત્રમાં પ્રવેશ કરશે. જેના કારણે 3 રાશિના લોકોની લોટરી લાગી જશે. તો ચાલો તમને જણાવીએ આ રાશિઓ કઈ કઈ છે.
Mangal Nakshatra Parivartan: વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના સેનાપતિ મંગળ કોઈપણ નક્ષત્ર કે રાશિમાં પ્રવેશ કરે છે તો 45 દિવસ સુધી ત્યાં ગોચર કરે છે. આ સમય દરમિયાન બાદ રાશિઓ પર તેનો શુભ અને અશુભ પ્રભાવ જોવા મળે છે. વર્ષ 2025 માં મંગળ નક્ષત્ર પરિવર્તન કરશે. જેની શુભ અસર કેટલીક રાશિઓ પર પડી શકે છે. દેવગુરુ બૃહસ્પતિના નક્ષત્રમાં મંગળ 12 જાન્યુઆરીએ પ્રવેશ કરશે.
આ પણ વાંચો: 12 વર્ષ પછી સૂર્યના ગોચરથી બનશે દુર્લભ સંયોગ, 4 રાશિવાળાઓને થવાનો છે જબરદસ્ત ધન લાભ
પંચાંગ અનુસાર 12 જાન્યુઆરી 2025 અને રવિવારે રાત્રે 11 કલાક અને 52 મિનિટે ગુરુ ગ્રહના નક્ષત્રમાં મંગળનો પ્રવેશ થશે. મંગળ જ્યારે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારે 3 રાશિઓનું ભાગ્ય ચમકી જશે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ લકી રાશિ કઈ કઈ છે ?
આ પણ વાંચો: બુધવારના આ ઉપાય છે જોરદાર, ક્યારેય નથી થતા ફેઈલ, આખું વર્ષ બંને હાથે ધન ભેગું કરશો
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે પણ મંગળનું નક્ષત્ર પરિવર્તન સારું રહેશે. વેપારમાં પ્રગતિ થશે અને નોકરીમાં લાભ થશે. કાર્ય ક્ષેત્રમાં કામના વખાણ થશે. અટકેલા કામ પુરા થશે. આર્થિક સ્થિતિ મજબૂત છે. મંગળના ગોચરથી નવી જવાબદારીઓ પણ મળી શકે છે. ધન વૃદ્ધિના યોગ બની રહ્યા છે.
આ પણ વાંચો: Shani Ast 2025: 40 દિવસ અસ્ત રહેશે શનિદેવ, 5 રાશિઓની આવક ઘટશે, જીવન પર થશે ગંભીર અસર
સિંહ રાશિ
સિંહ રાશિ માટે મંગળનું નક્ષત્ર પરિવર્તન લાભકારી રહેશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. રોકાણનો વિચાર કરી શકો છો. નફો મળવાની સંભાવના. જે કામ અટકેલા હતા તે સમયસર પુરા થશે. સામાજિક કાર્યોમાં રૂચિ વધશે. મનમાં ઉત્સાહ રહેશે. પૈસા સંબંધિત કાર્ય પુરા થશે
આ પણ વાંચો: Weekly Horoscope: આ અઠવાડિયે આર્થિક લાભના શુભ અવસર પ્રાપ્ત થશે, સાપ્તાહિક રાશિફળ
ધન રાશિ
ધન રાશિના લોકોના જીવનમાં પણ 12 જાન્યુઆરીથી નવા ફેરફાર થશે. જે કામ કરવાનું વિચારી રહ્યા હતા તે પૂરા થશે. વાહનની ખરીદી થઈ શકે છે. પ્રોપર્ટી ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. કામના વખાણ થશે. કાર્યક્ષેત્રમાં સહભાગીઓનો સાથ મળશે. માન સન્માન વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)